- સાસણમાં આવતા ફોટોગ્રાફરોની સગવડતામાં વધારો
- જંગલ સફારીની અંદર જતી જીપ્સીનો કાચ દુર કરાયો
- કાચ દૂર થતા ફોટોગ્રાફરોને ફોટો ખેંચવામાં પડશે અનુકૂળતા
જૂનાગઢ: સાસણ ગીર સફારી પાર્ક (Sasan Safari Park) માં સિંહ દર્શન માટે જતી જીપ્સીઓમાં સફારી દરમિયાન ફોટોગ્રાફરોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ડ્રાયવરની તરફ રાખવામાં આવતો વિન્ડ શીલ્ડ કાચ દૂર કરવામાં આવ્યો છે. આમ કરવાથી સાસણ સફારી પાર્કમાં જતા ફોટોગ્રાફરોને ફોટો ખેંચવા માટે સગવડતા ભર્યું વાતાવરણ ઊભું થશે અને ફોટોગ્રાફી કરવાની સરળતા વધુ સાનુકૂળતા ભરી બની રહેશે.
સાસણમાં સિંહ દર્શન માટે આવતા ફોટોગ્રાફરો માટે વિશેષ વ્યવસ્થા આ પણ વાંચો:આજથી થયો ગીર સાસણ સફારી પાર્કનો પ્રારંભ, પ્રવાસીઓએ કર્યા પ્રથમ દિવસે સિંહ દર્શન
સાસણમાં જતી 180 જેટલી જીપ્સીઓના કાચ ફોટોગ્રાફરોની સગવડતા માટે દૂર કરાશે
સાસણમાં સિંહ દર્શન માટે આવતાં પ્રવાસીઓ અને તેમાંય ખાસ કરીને સાસણ આવતા ફોટોગ્રાફરો માટે જીપ્સીઓનો આગળનો કાચ દૂર કરવાથી ફોટોગ્રાફી માટે અનુકૂળતા ભર્યુ વાતાવરણ બની રહેશે. સાસણમાં સિંહ સહિત અનેક પશુઓ અને પક્ષીઓ વન્યજીવ સૃષ્ટિમાં જોવા મળે છે. જેને કચકડે કંડારવા માટે ફોટોગ્રાફરો સાસણમાં સિંહ દર્શન કરવા માટે આવતા હોય છે.
આ પણ વાંચો: સાસણ ગીરના પ્રવાસીઓ માટે સારા સમાચાર, જૂનાગઢમાં ચાર મહિના બાદ આજથી સિંહ દર્શન શરૂ
સાસણના જ એક ભાગ દેવળિયા સફારી પાર્કમાં બંધ જીપ્સીમાં થાય છે સિંહ દર્શન
સાસણના જ એક ભાગ ગણાતા દેવળિયા સફારી પાર્કમાં બે વર્ષ પૂર્વે વન વિભાગના કર્મચારીઓ પર સિંહોના હુમલાનો બનાવ બન્યો હતો. જેમાં બે વન્ય કર્મચારીઓના મોત થયા હતા. જે બાદ દેવળીયા સફારી પાર્કમાં બંધ જીપ્સી અને વન વિભાગની મીની બસ દ્વારા સિંહ દર્શન કરાવવામાં આવે છે. સાસણમાં સિંહ દર્શન માટેની ખુલ્લી જીપ્સીમાં એકમાત્ર ડ્રાઇવર તરફ આવેલો કાચ પણ દૂર કરી દેવામાં આવ્યો છે.