જૂનાગઢઃ કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે જૂનાગઢ શહેરમાં ગત 5 મહિનાથી સિટી બસ સેવા બંધ કરવામાં આવી છે. આ લોકડાઉનના સમયે ખાનગી કંપનીના બસ સંચાલકોએ બસનું સંચાલન નહીં કરવાનો નિર્ણય લીધો છે. જેથી રાજ્ય સરકાર આગામી સમયમાં જૂનાગઢને 25 કરતાં વધુ સિટી બસોની ફાળવણી કરશે.
જૂનાગઢ શહેરને 25 કરતાં વધુ સિટી બસ મળશે: મ્યુનિસિપલ કમિશ્નર
જૂનાગઢના મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા સાથે ETV BHARATએ ખાસ ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં જૂનાગઢ શહેરમાં નવી 25 કરતાં વધુ સિટી બસ ફાળવવામાં આવશે.જેનું સંચાલન મનપા કરશે.
જૂનાગઢ શહેરને 25 કરતાં વધુ સિટી બસ મળશે
લોકડાઉન પહેલાં સિટી બસનું સંચાલન ખાનગી કંપની દ્વારા કરવામાં આવતું હતું. જેમાં અનેક મુશ્કેલીઓ અને અનિયમિતતાઓ પણ જોવા મળતી હતી. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો.
ખાનગી કંપનીએ સંચાલન નહીં કરવાનો નિર્ણય કરવાથી મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું કે, રાજ્ય સરકાર અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે નવી અને આધુનિક 25 કરતાં વધુ બસો શહેરમાં દોળાવવામાં આવશે.