- વાવાઝોડું કેરી પર કહેર બનીને ત્રાટકતાં પારાવાર નુકસાન
- ગીર વિસ્તારની આંબાવાડીઓમાં પારાવાર નુકસાન
- અંદાજે 100 કરોડ રુપિયાનું થયું નુકસાન
જૂનાગઢઃ જૂનાગઢમાં કેરીની ખેતીમાં પાછલાં 20 વર્ષની વાત કરીએ તો આ પ્રકારનું નુકસાન પ્રથમ વખત વાવાઝોડાને કારણે થયું છે. જેને કારણે આંબાવાડિયાની ખેતી કરતા ખેડૂતોને કમર તૂટી રહી છે. ચિંતાતુર બનેલો જગતનો તાત રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ બાગાયતી ખેતીને પાક વીમા તળે આવરી લેવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ નર્મદા જિલ્લામાં વાવાઝોડાથી કેળના પાકને નુકશાન, ખેડૂતોઓએ સહાયની કરી માગ
આ વર્ષનું નુકસાન પાછલા વર્ષની સરખામણીએ ખૂબ જ મુશ્કેલ
બે દિવસ પહેલા આવેલાં વાવાઝોડાને કારણે ગીર વિસ્તારના આંબાવાડીઓમાં અંદાજે 100 કરોડ કરતાં વધુ નુકસાન થઈ રહ્યું છે. ભારે વરસાદ અને પવનને કારણે આંબાવાડિયામાં મોટાભાગની કેરી જમીનદોસ્ત થઈ ગયેલી આજે પણ જોવા મળી રહી છે. સામાન્ય સંજોગોમાં 15મી મે બાદ કેરીની સીઝન શરૂ થતી હોય છે. બિલકુલ આ જ સમયે આવેલા વાવાઝોડાને કારણે કેરીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો હતો. જેને કારણે વર્ષનું નુકસાન પાછલા વર્ષની સરખામણીએ ખૂબ જ મુશ્કેલ હોવાનું આંબાવાડિયાની ખેતી કરતા ખેડૂતો જણાવી રહ્યાં છે. ખેડૂતો વધુમાં જણાવી રહ્યાં છે કે આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું રહેવાની શક્યતા હતી. જે ઉત્પાદન થઈ રહ્યું હતું તેમાં પૂરતા બજારભાવો મળવાની આશા ખેડૂતોને હતી. પરંતુ વાવાઝોડાએ ખેડૂતોની આશા પર વાવાઝોડાએ પવનરુપી પાણી ફેરવી દેતાં આજે ખેડૂતની એક વર્ષની મહેનત નષ્ટ થઈ ગઈ હોય તેવા હાલ આંબાવાડિયાના જોવા મળી રહ્યાં છે.