ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતની પહેલી એનિમેશન ફિલ્મ શ્રીમદ રાજચંદ્રનો પ્રથમ શૉ આ સિટીમાં યોજાયો

સૌરાષ્ટ્રના જૂનાગઢ શહેરમાં શ્રીમદ રાજચંદ્ર (Shrimad Rajchandra Animation film) પર તૈયાર કરવામાં આવેલી પ્રથમ એનિમેશન ફિલ્મનો શૉ (Animation Film Show in Junagadh) યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં એમના અનુયાયીઓ (Shrimad Rajchandra Followers) તથા નાગરિકો જોવા માટે આવ્યા હતા. આ ફિલ્મ થકી એમના જીવન પ્રસંગ અંગે માહિતી મેળવીને ઘણા દર્શકોને એમની ઘણી વાતો જાણવા મળી હતી.

ગુજરાતની પહેલી એનિમેશન ફિલ્મ શ્રીમદ રાજચંદ્રનો પ્રથમ શૉ આ સિટીમાં યોજાયો
ગુજરાતની પહેલી એનિમેશન ફિલ્મ શ્રીમદ રાજચંદ્રનો પ્રથમ શૉ આ સિટીમાં યોજાયો

By

Published : May 15, 2022, 7:59 PM IST

Updated : May 16, 2022, 1:02 PM IST

જૂનાગઢ:ગુજરાતની પ્રથમ એનિમેશન ફિલ્મ(Animation Film Show in Junagadh) શ્રીમદ રાજચંદ્રનો રવિવારે પ્રથમ શો જૂનાગઢના સૂરજ મલ્ટિપ્લેક્સ યોજાયો હતો. જેમાં શ્રીમદ રાજચંદ્રજીના ભક્તોએ (Shrimad Rajchandra Animation film) ફિલ્મ નિહાળીને શ્રીમદ રાજચંદ્રજીનાં જીવનચરિત્ર વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. ભક્તોએ (Shrimad Rajchandra Followers) શ્રીમદ રાજચંદ્રના જીવનની કેટલીય અજાણી વાતો જાણી હતી. આ ઉપરાંત એમના જીવનની કેટલીક ઘટનાઓની નજીકથી જોઈ હતી. આમ એક ફિલ્મ થકી શ્રીમદ રાજચંદ્રના જીવનમાંથી ભક્તોને ઘણી બધી જાણકારી પ્રાપ્ત થઈ હતી.

આ પણ વાંચો:પિતૃતર્પણની વિધિ બાકી હોય તો કરી લેજો, આજના દિવસે છે શ્રેષ્ઠ યોગ

ગાંધીના જીવનમાં પરિવર્તન આવ્યું: શ્રીમદ રાજચંદ્રજીનો જન્મ મોરબી નજીકના વહાણીયા પરિવારમાં થયો હતો. ખૂબ ટૂંકુ અને સંપૂર્ણ આધ્યાત્મિક જીવન જીવેલા શ્રીમદ રાજચંદ્રજીના જીવન પ્રસંગને આવરી લઈ ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવી છે. આ એક એનિમેશન ફિલ્મ છે. જેને ગુજરાતની પહેલી એનિમેશન ફિલ્મ માનવામાં આવે છે. જૂનાગઢમાં આ ફિલ્મનો પ્રથમ શૉ યોજાયો હતો. ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ તરીકે તેમણે 32 વર્ષનું આયુષ્ય માણ્યું હતું. એમનું જીવન ખૂબ જ પ્રભાવી રહ્યું છે. મહાત્મા ગાંધીના જીવનમાં સત્ય અને અહિંસા જેવા ગુણનું સિંચન શ્રીમદ રાજચંદ્રજીના સંપર્કમાં આવવાથી થયુ હતું. તેમણે લખેલા શાસ્ત્રોના અભ્યાસથી ગાંધીના જીવનમાં પણ એક પરિવર્તન આવ્યું હતું. શ્રીમદ રાજચંદ્રજી એ માત્ર 12 વર્ષની ઉંમરે આત્મસિદ્ધિ શાસ્ત્ર ની રચના પણ કરી હતી. ધાર્મિક સ્વભાવના શ્રીમદ રાજચંદ્રજીને પૂર્વ જન્મના 900 ભવો પણ યાદ હતા.

આ પણ વાંચો:Hanuman Jayanti 2022: હનુમાનજીએ ચરણોની નીચે કોની શિખા અને શા માટે પકડી છે, જાણો ઈતિહાસ

સરળ ભાષામાં સ્પષ્ટ સંદેશ: શ્રીમદ રાજચંદ્રજીએ લખેલું આત્મસિદ્ધિ શાસ્ત્ર આજે પણ જિજ્ઞાસુઓ માટે ગીતાના ગ્રંથ સમાન છે. શાસ્ત્રો થકી એકદમ સરળ અને સાદી ભાષામાં શ્રીમદ રાજચંદ્રજીએ જીવન જીવવાના માર્ગોને અંકિત કર્યા છે. સત્ય અને અહિંસાના માર્ગે ચાલતા લોકો માટે આ શાસ્ત્ર ગીતા સમાન બની રહે છે. ગુજરાતની પ્રથમ એનિમેશન ફિલ્મનું પ્રથમ શૉ હાઉસફૂલ રહ્યો હતો. મોટી સંખ્યામાં એમના અનુયાયીઓની સાથે સામાન્ય નાગરિકો પણ આ એનિમેશન ફિલ્મ જોવા માટે આવ્યા હતા.

Last Updated : May 16, 2022, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details