ગુજરાત

gujarat

ETV Bharat / city

24 વર્ષ બાદ શનિદેવનો મકરમાં પ્રવેશ, જાણો કોને થશે નુકસાન

સમગ્ર વિશ્વમાં ન્યાયના દેવતા તરીકે પૂજાતા શનિ મહારાજનો શુક્રવારે 24 વર્ષ બાદ પોતાની રાશિ એટલે કે મકરમાં પ્રવેશ કર્યો છે. શુક્રવારથી 30 માસ સુધી શનિ મહારાજ પોતાની રાશિમાં મકર પરિભ્રમણ કરશે જેને લઇને રાશિ મંડળની 12 રાશિઓમાં તેમની શુભ અસરો અને સાડાસાતીની પનોતી પણ જોવા મળશે.

shani entered in makar what happened in past
24 વર્ષ બાદ શનિદેવનો મકરમાં પ્રવેશ

By

Published : Jan 24, 2020, 2:35 PM IST

જૂનાગઢઃ ન્યાયના દેવતા તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાતા આવતા શનિ મહારાજ શુક્રવાર 24 વર્ષ બાદ પોતાની પોતાની રાશિ મકરમા સવારે 9 કલાક બાદ પ્રવેશ કરીને પરિભ્રમણ કરશે. સૂર્યમંડળના નવ ગ્રહોમાં શનિ ગ્રહને સૌથી ધીમા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. શનિ મહારાજને બાર રાશિમાં પરિભ્રમણ કરતા અંદાજિત ૩૦ વર્ષ જેટલો સમય લાગે છે. શનિ મહારાજ જ્યારે રાશિ બદલીને અન્ય રાશિમાં તેનું ભ્રમણ શરૂ કરે છે. એક રાશીમાં શનિ 30 માસ સુધી રહે છે. જે કારણે શુક્રવારે જૂનાગઢના શનિ મંદિરોમાં શનિ ભક્તોએ ભગવાન શનિ મહારાજના દર્શન કરીને તેમની કૃપા દ્રષ્ટિ તેમના પરિવાર પર સદાય બની રહે તેવી પ્રાર્થના કરી હતી.

24 વર્ષ બાદ શનિદેવનો મકરમાં પ્રવેશ

શનિ મહારાજને જે રીતે ન્યાયના દેવતા તરીકે સમગ્ર વિશ્વ પૂજે છે. તે જ પ્રકારે કેટલાક લોકો શનિ મહારાજને ક્રૂર દેવ તરીકે પણ પૂજે છે. શનિ મહારાજ વ્યક્તિના કર્મોને આધારે ફળ આપતા હોય છે, માટે કેટલાક લોકો પર શનિ મહારાજની કૃપા દ્રષ્ટિ જોવા મળે છે, તો કેટલાક લોકો પર શનિની સાડાસાતી પનોતીના રૂપમાં આવે છે. શનિ લોકોને કર્મોને આધારે ફળો આપે છે.

શનિનો મકર પ્રવેશ, જાણો ભૂતકાળમાં શું થયું નુકસાન ???

વર્ષ 1961થી 66 સુધી ભારતને ચીન અને પાકિસ્તાનની સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળ શનિ મહારાજના પરિભ્રમણને માનવામાં આવતું હતું. વર્ષ 1990 ની 15મી ડિસેમ્બરથી વર્ષ 1996ની 16મી ફેબ્રુઆરી સુધી શનિ મહારાજનું મકર રાશિમાં પરિભ્રમણ હતું. તે સમય દરમિયાન રાજીવ ગાંધીની હત્યા પણ થઈ હતી. હવે શુક્રવારે પાંચમી વખત શનિ મહારાજ 24મી જાન્યુઆરીથી મકર રાશિમાં પ્રવેશ કરીને પરિભ્રમણમાં કરી રહ્યા છે, ત્યારે આવનારો સમય બતાવશે કે, શનિ મહારાજનું મકર રાશિમાં પ્રવેશ ભારત માટે કેટલું શુભાશુભ સાબિત થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details