ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ: પીએમ મોદીના વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફીકેશન હાથ ધરાશે - Junagadh Municipal Corporation

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વધુ એક ડ્રીમ પ્રોજેક્ટને લઈને જૂનાગઢમાંથી સારા સમાચાર મળી રહ્યા છે. શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશન પ્રોજેક્ટને આગામી દિવસોમાં શરૂ કરવાની જૂનાગઢ મનપા દ્વારા તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. મનપા કમિશ્નરે ETV ભારત સાથેની વાતચીતમાં સમગ્ર કામ આગામી ફેબ્રુઆરી મહિનામાં શરૂ થઈ રહ્યું છે અને આગામી વર્ષોમાં જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરના નામે વધુ એક પર્યટન સ્થળ મળવા જઈ રહ્યું છે તે વાતનો ખુલાસો કર્યો હતો.

જૂનાગઢમાં વડાપ્રધાનનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફીકેશન હાથ ધરાશે
જૂનાગઢમાં વડાપ્રધાનનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફીકેશન હાથ ધરાશેજૂનાગઢમાં વડાપ્રધાનનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફીકેશન હાથ ધરાશે

By

Published : Nov 17, 2020, 8:35 PM IST

  • નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફીકેશન પ્રોજેક્ટનું કામ આગામી દિવસોમાં હાથ ધરાશે
  • આ પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીનો છે ડ્રીમ પ્રોજેક્ટ
  • જૂનાગઢવાસીઓને નરસિંહ મહેતા સરોવરના નામે વધુ એક પર્યટન સ્થળ મળવા જઈ રહ્યુ છે

જૂનાગઢઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવેશ કરાયેલા ગિરનાર રોપ-વે રાષ્ટ્રને સમર્પિત થઇ ચૂકયો છે. ત્યારે વધુ એક પ્રોજેક્ટ જૂનાગઢમાં શરૂ થવા જઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી પડતર રહેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશનને હવે વેગ મળે તેવું લાગી રહ્યું છે.

જૂનાગઢમાં વડાપ્રધાનનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફીકેશન હાથ ધરાશે

આગામી બે કે ત્રણ મહિના સુધીમાં સમગ્ર પ્રોજેક્ટ પર કામ શરૂ કરાશે

જૂનાગઢ મનપા દ્વારા સમગ્ર પ્રક્રિયા હાથ પર લેવામાં આવી છે અને આગામી બે કે ત્રણ મહિના સુધીમાં સમગ્ર પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દેવામાં આવશે તેમ જૂનાગઢ મનપાના કમિશ્નર તુષાર સુમેરાએ ETV ભારત સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું.

જૂનાગઢમાં વડાપ્રધાનનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફીકેશન હાથ ધરાશે

વર્ષ 2019માં વડાપ્રધાને આ પ્રોજેક્ટનું કર્યુ હતું ખાત મુહૂર્ત

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે સમગ્ર પ્રોજેક્ટને શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2019 માં વડાપ્રધાન મોદી જૂનાગઢ આવ્યા ત્યારે મોદીએ નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશન કામનુ ખાત મુહર્ત પણ કર્યું હતું. પરંતુ ત્યારબાદ આ સમગ્ર પ્રોજેક્ટને લઇને કોઇ વિશેષ કામ શરૂ કરવામાં આવ્યું ન હતું. પરંતુ હવે જૂનાગઢ મનપા દ્વારા સમગ્ર પ્રોજેક્ટને લઈને કામ શરૂ કરવાના આદેશો આગામી દિવસોમાં આપવામાં આવશે. જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા ડ્રીમ પ્રોજેક્ટ નરસિંહ મહેતા સરોવરના રૂપમાં સાકાર થવા જઈ રહ્યો છે. જેના થકી જૂનાગઢ પ્રવાસનનું હબ બનશે અને પ્રવાસીઓથી જૂનાગઢની રોજગારીમાં પણ ખૂબ મોટો ઉછાળો આવવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details