- જૂનાગઢ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતેનો ફોટો થયો વાઇરલ
- માતા-પુત્ર એકબીજાને કરી રહ્યા હતા સલામી
- GPSCના ચેરમેન દ્વારા ફોટો ટ્વિટર પર શેર કરાયો
ન્યૂઝ ડેસ્ક: ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા માતા-પુત્ર એકબીજાને સલામ કરી રહ્યા હોય, તેવો એક ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. અરવલ્લીમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા વિશાલ રબારીને તેમના જૂનાગઢ ખાતે ASI તરીકે ફરજ બજાવતા તેમના માતા સલામ કરી રહ્યા હતા.
ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેને કરી ટ્વિટ
ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન દિનેશ દાસાએ ટ્વિટર પર આ ફોટો શેર કર્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, એક ASI માતા માટે તેના DySP પુત્રને જોવા માટે સૌથી સંતોષકારક ક્ષણ હોઈ શકે, તેણીના આ સલામ સાથે વર્ષો સુધી કરવામાં આવેલી માવજત અને સમર્પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
આંધ્રપ્રદેશમાં સર્કલ ઈન્સ્પેક્ટર પિતાએ DSP પુત્રીને સલામ કરતો ફોટો
આંધ્રપ્રદેશમાં સર્કલ ઈન્સ્પેક્ટર પિતાએ DSP પુત્રીને સલામ કરતો ફોટો થયો હતો વાઇરલ
આ વર્ષની શરૂઆતમાં આંધ્રપ્રદેશ પોલીસના એક કાર્યક્રમમાં સર્કલ ઈન્સ્પેક્ટર વાય. શ્યામ સુંદર ગુંતુર જિલ્લામાં DSP તરીકે ફરજ બજાવતી પોતાની પુત્રી યેન્દાલુરૂ જેસ્સી પ્રસાંથીને સલામ કરતા હોવાનો ફોટો વાઇરલ થયો હતો.