ગુજરાત

gujarat

ETV Bharat / city

પાકિસ્તાને જૂનાગઢ-માણાવદરને પોતાનો વિસ્તાર દર્શાવતા આરઝી હકુમતના લડવૈયામાં ભારે રોષ

પાકિસ્તાન પોતાની નાકામી છૂપાવવા માટે નવા ગતકડા કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કાગા રોડ કરી રહ્યું છે, ત્યારે નાપાક પાકિસ્તાનની વધુ એક હરકત મંગળવારે સામે આવી છે. પાકિસ્તાન દ્વારા જુનાગઢ, માણાવદર સહિતના વિસ્તારને પોતાના નક્શામાં સમાવીને જે બચકાની હરકત કરી છે, તેને આરઝી હકુમતના લડવૈયા અને જૂનાગઢના બુદ્ધિજીવીઓ વખોડી રહ્યા છે.

Pakistan in its map
પાકિસ્તાન દ્વારા જૂનાગઢ, માણાવદર સહિતના વિસ્તારને પોતાના નકશામાં બતાવતા આરઝી હકુમતના લડવૈયામાં ભારો રોષ

By

Published : Aug 4, 2020, 10:49 PM IST

Updated : Aug 5, 2020, 12:13 AM IST

જૂનાગઢઃ પાકિસ્તાન પોતાની નાકામી છૂપાવવા માટે નવા ગતકડા કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કાગા રોડ કરી રહ્યું છે, ત્યારે નાપાક પાકિસ્તાનની વધુ એક હરકત મંગળવારે સામે આવી છે. પાકિસ્તાન દ્વારા જૂનાગઢ, માણાવદર સહિતના વિસ્તારને પોતાના નક્શામાં સમાવીને જે બચકાની હરકત કરી છે, તેને આરઝી હકુમતના લડવૈયા અને જૂનાગઢના બુદ્ધિજીવીઓ વખોડી રહ્યા છે.

નાપાક હરકતો માટે સમગ્ર વિશ્વમાં કુખ્યાત બનેલા પાકિસ્તાને મંગળવારે વધુ એક નાપાક હરકત કરીને જૂનાગઢ અને માણાવદરની સહિતના વિસ્તારને પોતાના નક્શામાં બતાવીને વધુ એક નાપાક હરકતનો નમૂનો સામે મૂક્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા જૂનાગઢ, માણાવદર અને સરક્રિકને પોતાનો વિસ્તાર ગણાવીને આજે નવો નક્શો જાહેર કર્યો છે. જેને લઇને હવે પાકિસ્તાનના આ નાપાક ઈરાદા સામે ભારે રોષની સાથે હવે પાકિસ્તાન જેવા કમજોર અને તુચ્છ રાષ્ટ્રને સબક શિખવાડવામાં આવે તેવી આરઝી હકુમતના લડવૈયાઓ અને જૂનાગઢના બુદ્ધિજીવીઓ માગ કરી રહ્યા છે.

પાકિસ્તાન દ્વારા જૂનાગઢ, માણાવદર સહિતના વિસ્તારને પોતાના નકશામાં બતાવતા આરઝી હકુમતના લડવૈયામાં ભારો રોષ

જે સમયે ભારત આઝાદ થયું હતું, ત્યારે જૂનાગઢના નવાબે ભારતમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. તે સમયે દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં જૂનાગઢમાં આરઝી હકૂમતની સ્થાપના થઇ હતી અને આરઝી હકુમતે જૂનાગઢને ભારતનો અભિનય અવિભાજ્ય અંગ બનાવી રાખવા માટે લડાઈની શરૂઆત કરી હતી. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ, રતુભાઈ અદાણી, હેમાબેન આચાર્ય સહિત મોટી સંખ્યામાં આરઝી હકૂમત લડવૈયાઓએ ભાગ લઈને જૂનાગઢને ભારતનો અભિન્ન હિસ્સો બનાવવા માટેની આ લડાઈમાં જીત મેળવી હતી.

ત્યારબાદ જૂનાગઢના નવાબે સંભવિત હાર ભાળી જતા તેઓ તેના કબીલાઓ સાથે પાકિસ્તાન ભાગી છૂટ્યા હતા. ત્યારથી લઈને આજદિન સુધી પાકિસ્તાન પોતાની નાપાક હરકતોને લઈને જુનાગઢ પર વારંવાર પોતાનો દાવો કરી રહ્યું હતું. જેમાં મંગળવારે વધુ એક વખત પાકિસ્તાનમાં જૂનાગઢને દર્શાવીને પાકિસ્તાન જેવા નાપાક રાષ્ટ્રની વધુ એક વખત તુંચ્છ હરકત કરી છે.

Last Updated : Aug 5, 2020, 12:13 AM IST

ABOUT THE AUTHOR

...view details