ગુજરાત

gujarat

ETV Bharat / city

ફૂલ કાજળીના વ્રતને લઇને કુંવારિકાઓ દ્વારા દેવાધિદેવ મહાદેવની પૂજા કરવામાં આવી

આજે છે ફૂલ કાજળીનું વ્રત. આજના દિવસે કુંવારિકાઓ અને સૌભાગ્યવતી મહિલાઓ આ વ્રત કરતી હોય છે. આજના દિવસે ખાસ કરીને ફળાહાર કે પાણી પીધા પહેલા કોઈપણ ફૂલને સુંઘીને આ વ્રત કરવાની ધાર્મિક માન્યતા જોવા મળે છે. જેને લઇને જૂનાગઢમાં કુંવારિકાઓ દ્વારા આજે મહાદેવની પૂજા કરીને ફૂલકાજળી વ્રતની ઉજવણી કરવામાં આવે છે.

phool kajali vart
ફૂલ કાજળી વ્રતનું મહત્વ

By

Published : Jul 23, 2020, 3:16 PM IST

જૂનાગઢઃ આજે ગુરુવાર એટલે ફૂલ કાજળીના વ્રતનો દિવસ. આ વ્રતને લઈને આપણી હિન્દુ ધર્મમાં માન્યતા પણ જોડાયેલી છે. તો આવો જાણો શું છે આ વ્રતનું મહત્વ...

કુંવારિકા દ્વારા દેવાધિદેવ મહાદેવની પૂજા કરવામાં આવી

એક માન્યતા મુજબ પાર્વતી માતા દ્વારા શિવ જેવી શક્તિને પ્રાપ્ત કરવા માટે ફૂલ કાજળીનું વ્રત કરવામાં આવ્યું હતું. જેના પુણ્ય ફળ સ્વરૂપે તેમને શિવની પ્રાપ્તિ પણ થઇ હતી. આ માન્યતના આધારે ખાસ કરીને કુમારિકાઓ દ્વારા ફૂલ કાજળીનું વ્રત કરવામાં આવતું હોય છે. આજના દિવસે વ્રત કરનાર યુવતીઓ દ્વારા કોઈપણ ફળાહાર, દૂધ કે પાણીને ગ્રહણ કરતાની પહેલા ફૂલને સૂંઘીને ત્યારબાદ તેને ગ્રહણ કરવાની ધાર્મિક માન્યતા છે. જે આજે પણ કુંવારિકાઓ માં જોવા મળી રહી છે.

ફૂલ કાજળીના વ્રતને લઇને કુંવારિકા દ્વારા દેવાધિદેવ મહાદેવની પૂજા કરવામાં આવી

ફૂલ કાજળી વ્રત કરવાની વિધિ

શ્રાવણ માસની અજવાળી ત્રીજે (સુદ ત્રીજ) કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ કુંવારિકાઓ ફૂલ સુંઘીને ફળાહાર કરે છે.

સારો ‘વર’ મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે.

ABOUT THE AUTHOR

...view details