- આજે ધાર્મિક આસ્થા સાથે ઉજવાઇ રહ્યો છે ગુરુ પુનમનો તહેવાર
- પૂનમના તહેવારે મોટી સંખ્યામાં મરાઠી પરિવારો ગુરુદત્તના દર્શન માટે પહોંચ્યા જૂનાગઢ
- પાછલા કેટલાક વર્ષોથી પૂનમના દિવસે મરાઠી પરિવારો ગુરૂદતના કરે છે દર્શન
જૂનાગઢ:આજે 23 જુલાઈના રોજ ગુરુ પૂનમનો ધાર્મિક તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે પ્રત્યેક શિષ્ય તેમના ગુરુનું પૂજન અને દર્શન કરવાનો વિશેષ મહિમા હિન્દુ ધર્મમાં આલેખવામાં આવ્યો છે. તે મુજબ આજે શિષ્ય તેમના ગુરુનું પૂજન દર્શન અને ચરણ સ્પર્શ કરીને ધાર્મિક આસ્થા સાથે ગુરુ પુનમનો તહેવાર ઉજવી રહ્યા છે. ત્યારે આદિ અનાદિ કાળથી ગિરનાર પર્વતની ટોચ પર બિરાજી રહેલા ગુરુદત્ત મહારાજના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં મરાઠી પરિવારનો જૂનાગઢમાં આવી રહ્યા છે. આજે સમગ્ર દિવસ દરમિયાન ગુરુદત્ત મહારાજના દર્શન, ચરણ સ્પર્શ અને સેવા પૂજા કરીને ગુરુ પુનમના ધાર્મિક તહેવારની ઉજવણી કરશે.
આ પણ વાંચો:ગુરુદત્ત જયંતિના પાવન પ્રસંગે ભવનાથ પરિક્ષેત્રમાં ગુરુદત્તની પાલખીયાત્રા