- ગીધની પ્રજાતી બચવાવ માટે વન વિભાગ હરકતમાં
- જૂનાગઢ વન વિભાગે કર્યો ગીધને ટેગ પહેરાવવાનો નિર્ણય
- પ્રથમ તબક્કામાં 6 જેટલા ગીધને ટેગ પહેરાવવામાં આવશે
- ટેગ થકી ગીધની સંકટગ્રસ્ત પ્રજાતિને બચાવવા માટે મદદ મળશે
જૂનાગઢ: વન વિભાગ દ્વારા ગીરના ગીધને ટેગ પહેરાવીને તેમની દરેક ગતિવિધિઓ પર બારીક નજર રાખીને ગીધની સંતતિમાં વધારો થાય તે માટેનું ઓપરેશન 'ટેગ ગીધ' હાથ ધરવામાં આવ્યું છે, પ્રાથમિક તબક્કામાં 6 જેટલા ગીધોને ટેગ પહેરાવવાનો નિર્ણય વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આ ટેગની મદદથી ગીધની પ્રત્યેક ગતિવિધિ પર બારીકાઈથી નજર રાખવામાં મદદરૂપ બનશે જેના થકી સંકટગ્રસ્ત ગીધની પ્રજાતિને બચાવવા માટે મદદ મળશે.
ગીરના ગીધ પણ બનશે ટેગથી સુરક્ષિત, વન વિભાગ પહેરાવશે ટેગ ટેગ થકી ગીધની દરેક ગતિવિધિ પર રખાશે નજર
ટેગને કારણે ગીધની દિનચર્યાની સાથે તે કેટલા વિસ્તારમાં ફરે છે, આ પૈકીનો કયો અને કેટલો વિસ્તાર ગીધ વધુ સમય પસાર કરવા માટે પસંદ કરે છે, તેમજ ખાસ અગત્યની વાત એ છે કે ગીધ ક્યા વિસ્તારને તેમના માળાઓ બનાવવા માટે અનુકૂળ માની રહ્યા છે, જેનો ડેટા એકત્ર કરવા માટે આ ટેગ આગામી દિવસોમાં વધુ મદદરૂપ બનશે. આ ટેગ દ્વારા ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં ગીધની વસ્તી સંકટગ્રસ્ત જોવા મળે છે, તેમાં વધારો કરવા માટે આ નિરીક્ષણ વધુ ઉપયોગી સાબિત થશે.
ગીરના ગીધ પણ બનશે ટેગથી સુરક્ષિત, વન વિભાગ પહેરાવશે ટેગ શા માટે ગીરના ગીધ બન્યા સંકટગ્રસ્ત
ગીર અને ગુજરાતમાં મોટા પ્રમાણમાં ગીધો જોવા મળતા હતા, પરંતુ પશુઓને દૂધ વધારવા માટે આપવામાં આવતા ખોરાકમાં જૈવિક રસાયણો અને કેમીકલોને કારણે દુધાળા પશુઓના મોંત થયા બાદ કુદરતના સફાઈ કામદાર તરીકે જેની ગણતરી થાય છે તેવા ગીધની સંવવન શક્તિ નાબૂદ થતી ગઈ જેને કારણે ગીધની સંખ્યામાં ચિંતા જનક રીતે ઘટાડો થયો છે, જે આજે સંકટગ્રસ્ત સ્થિતિએ પહોંચી ગયો છે. જેને બચાવવા માટે વન વિભાગ દ્વારા ગીધને ટેગ પહેરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગીરના ગીધ પણ બનશે ટેગથી સુરક્ષિત, વન વિભાગ પહેરાવશે ટેગ