ગુજરાત

gujarat

ETV Bharat / city

PM મોદીના 8 વર્ષના શાસનમાં અત્યાર સુધી ગુજરાતને શું મળ્યું, જૂઓ - રાજકોટ અમદાવાદ નોનસ્ટોપ ઈન્ટરસિટી ટ્રેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે વડાપ્રધાન (Narendra Modi completed eight year as a PM) તરીકે 8 વર્ષ પૂર્ણ થયા છે. તેવામાં મોદી શાસનમાં અત્યાર સુધીમાં કયા 8 મહત્વના કામો થયા છે. તે અંગે જોઈએ આ અહેવાલ.

PM મોદીના 8 વર્ષના શાસનમાં અત્યાર સુધી ગુજરાતને શું મળ્યું, જૂઓ
PM મોદીના 8 વર્ષના શાસનમાં અત્યાર સુધી ગુજરાતને શું મળ્યું, જૂઓ

By

Published : May 26, 2022, 9:14 AM IST

Updated : May 26, 2022, 9:20 AM IST

અમદાવાદઃ આજે (26 મે) ભાજપ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. કારણ કે, નરેન્દ્ર મોદીએ આજે વડાપ્રધાન તરીકે 8 વર્ષ પૂર્ણ કર્યા છે. 26 મે 2014ના દિવસે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેને શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારથી અત્યાર સુધી તેમના શાસનના 8 વર્ષનો હિસાબ અમે આપની સમક્ષ લાવી રહ્યા છે.મોદી સરકારના 8 વર્ષના શાસન દરમિયાન ગુજરાતને મળેલી તેમના તરફથી 8 વિશેષ મહત્વની ભેટનો ઉલ્લેખ આજે અમે આપની સમક્ષ કરવા જઈ રહ્યા છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યૂનિટી -નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પ્રસ્થાપિત કરવાના વિચારને પરિપૂર્ણ કરવા માટે કેન્દ્ર અને રાજ્યની સરકારોએ ખૂબ મનોમંથન બાદ સમગ્ર દેશમાંથી ખેડૂતો દ્વારા તેમના ખેતીના ઓજારો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવવા માટે દાનમાં આપવામાં આવ્યા હતા. તેમાંથી સમગ્ર વિશ્વની સૌથી ઊંચી વિરાટ સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ થયું, જે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના (PM Modi inaugurates Statue of Unity) નામથી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી

મોદી સરકારની ગુજરાતને સૌથી મોટી ભેટ - સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું સ્થળ વિશ્વના પ્રવાસન હબ તરીકે (Statue of Unity Tourism Place) પણ આજે દુનિયાના પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ કલ્પના કે, જેમણે ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહેતા જોઈ હશે. તેને પરિપૂર્ણ કરવા માટે નરેન્દ્ર મોદી સરકારે સરદાર પટેલ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાનું નિર્માણ કરીને મોદી સરકારની ગુજરાતને આ સૌથી મોટી કહી શકાય તેવી ભેટ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના રૂપમાં મળી છે.

સરદાર સરોવર નર્મદા ડેમ -કેવડિયા નજીક બનાવવામાં આવેલો સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Dam at Kevadiya) કાયમ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદમાં સપડાતો જોવા મળ્યો હતો. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના હસ્તે ડેમનું બાંધકામ શરૂ થયું હતું, પરંતુ કેન્દ્ર અને રાજ્યની સરકાર વચ્ચે ડેમની ઉંચાઈને લઈને અનેક વખત કાયદાકીય લડાઈઓ અને આંદોલનનો સામનો પણ કરવો પડ્યો છે. તેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Dam at Kevadiya) 60 વર્ષથી અપૂર્ણ જોવા મળતો હતો

સરદાર સરોવર ડેમ

મોદી સરકારે આવતાં જ ડેમના દરવાજા ખોલી નાખ્યા - જોકે, કેન્દ્રમાં મોદી સરકારના આવવાથી નર્મદા ડેમના પૂર્ણ થવાના ઊજળા સંજોગોનું નિર્માણ થયું અને 120 મીટર સુધી ડેમની ઊંચાઈ લઈ જવાની સાથે ડેમના તમામ દરવાજાઓ ખોલવવાનો નિર્ણય મોદી સરકારે કર્યો હતો. આને પણ મોદી સરકારની ગુજરાતને વધુ એક ભેટના રૂપમાં જોવાઇ રહ્યો છે.

આ પણ વાંચો-અમદાવાદમાં યોજાનારી IPLની ફાઈનલ મેચ જોવા માટે આવશે આ દિગ્ગજ નેતાઓ...

ગિરનાર રોપ-વે જુનાગઢ -અનેક ચડાવ ઉતાર અને કાયદાકીય લડતને અંતે જૂનાગઢના ગિરનાર પર્વત (Rope Way at Junagadh Girnar) પર એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ વે વડાપ્રધાન મોદીના સ્વપ્નના પ્રોજેક્ટ તરીકે પણ ગિરનાર રોપ વેને આજે જોવામાં આવે છે. ગુજરાતના રાજરત્ન નાનજી કાલિદાસ મહેતાના સમયથી ગિરનાર રોપ વે શરૂ (Rope Way at Junagadh Girnar) કરવાને લઈને અને ચળવળો અને સરકારી ઈચ્છાશક્તિની સામે નિર્ણયશક્તિ નબળી હોવાના કારણે ગિરનાર રોપ વેની કલ્પના પરિપૂર્ણ થતી નહતી.

એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ વે

ગિરનાર રોપ વેને ભારત સરકારે આપી મંજૂરી - વર્ષ 2014 સુધી ગિરનાર રોપ વે (Rope Way at Junagadh Girnar) ગુજરાત અને ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગની વચ્ચે ઝૂલતો જોવા મળતો હતો, પરંતુ કેન્દ્રમાં સરકાર બદલાવાની સાથે નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળ પૂર્ણ થવાના સમયે ગિરનાર રોપવેના કામકાજને ભારત સરકારે મંજૂરી આપી અને મોદી સરકારના બીજા કાર્યકાળમાં એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ વે (The longest ropeway in Asia at Girnar) બનીને તૈયાર થયો. તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યૂઅલ માધ્યમથી 26 ઓક્ટોબર 2020ના દિવસે રાષ્ટ્રને અર્પણ કર્યો

આ પણ વાંચો-Gir Project Lion: પ્રોજેક્ટ લાયનને પાર પાડવા માટે જોઈશે આ લોકોની મદદ, નેતાઓએ શરૂ કર્યો બેઠકોનો ધમધમાટ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા -નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે અને નવી યોજનાઓ અને રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહિત કરે તે પ્રકારના સાધન સંશાધનો વિકસાવવાની શરૂઆત નરેન્દ્ર મોદી સરકારમાં થઈ. અમદાવાદના મોટેરામાં આવેલું જે પહેલા સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરા નામથી ઓળખાતું હતું. તેની સંપૂર્ણ કાયાપલટ કરવામાં આવી અને વિશ્વના સૌથી મોટા રમતગમતના મેદાન તરીકે તેને પ્રસ્થાપિત કરવામાં આવ્યું. એક સમયે મોટેરા સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રમત ગમત પ્રવૃત્તિઓ રમાડવાની બંધ કરવામાં આવી હતી. આવા સમયે સૌથી વધુ લોકો બેસી શકે તેમ જ વિશ્વના સૌથી મોટા મેદાનને તૈયાર કરવાની જવાબદારી ગુજરાત અને કેન્દ્ર સરકારે પૂર્ણ કરી અને આજે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Ahmedabad Narendra Modi Stadium) વિશ્વનો સૌથી મોટું સ્ટેડિયમ હોવાનું બહુમાન ધરાવે છે. મોદી સરકારની ગુજરાતને આ રમતગમત ક્ષેત્રે આપવામાં આવેલી ભેટ માનવામાં આવે છે.

વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

ઓલ ઇન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ -છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (Rajkot AIIMS) જેવી મોટી હોસ્પિટલ સ્થાપવામાં આવે તેવી માગ અનેક વખત થતી હતી. છેલ્લા વર્ષો દરમિયાન ગુજરાતને મળેલી AIIMS રાજકોટ અને વડોદરાની વચ્ચે તીવ્ર પ્રતિસ્પર્ધા હતી. તેમાં સૌરાષ્ટ્રના રાજકોટની પસંદગી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાના સ્થાપન માટે કરવામાં આવી હતી, જે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (Pradhan Mantri Swasthya Suraksha Yojana) અંતર્ગત બનાવવામાં આવી છે.

રાજકોટને AIIMSની ભેટ -રાજકોટ AIIMSમાં 750 બેડની ક્ષમતાવાળી વિવિધ વિશેષતા ધરાવતી વિશ્વસ્તરીય હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યું છે. તેની પાછળ અંદાજે 1,200 કરોડ રૂપિયાની આસપાસનો ખર્ચ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. AIIMSના નિર્માણ માટે 200 એકર કરતાં વધુ જમીન ગુજરાત સરકારે પૂરી પાડી છે. AIIMSનું નિર્માણ પણ નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલું જોવા મળે છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારબાદ સર્વપ્રથમ વખત રાજકોટ માંથી ધારાસભાની ચૂંટણી લડીને મુખ્યપ્રધાન બન્યા બાદ વિધાનસભામાં પહોંચ્યા હતા. આથી રાજકોટનું વિશેષ મહત્વ નરેન્દ્ર મોદી માટે હોઈ શકે છે. તેના કારણે રાજકોટને AIIMS જેવી અતિ આધુનીક હોસ્પીટલ પણ મળી રહી છે.

રાજકોટને મળી AIIMSની ભેટ

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન -પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન (Mumbai Ahmedabad bullet train) દોડાવવાનું સપનું પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. આગામી વર્ષમાં ભારતની આ સૌથી ફાસ્ટ ટ્રેન રેલવેના પાટા પર દોડતી જોવા મળશે, જે ભારતની પ્રથમ સુપરફાસ્ટ ટ્રેન તરીકે પણ ઓળખાય રહી છે. મુંબઈ અમદાવાદ વચ્ચે શરૂ થનારી ભારતની સર્વપ્રથમ સુપરફાસ્ટ ટ્રેન (Mumbai Ahmedabad bullet train) ભારતીય રેલવે દોડાવા જઈ રહ્યું છે. તેની પાછળ અંદાજિત 1.1 લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધુનો ખર્ચ પ્રાથમિક ધોરણે અંદાજવામાં આવ્યો છે.

બુલેટ ટ્રેનનું કામ 2028માં થશે પૂર્ણ -મુંબઈ અમદાવાદ વચ્ચે 12 જેટલા સ્ટેશનો પર આ ટ્રેન (Mumbai Ahmedabad bullet train) રોકાતી જોવા મળશે. વર્ષ 2018ના ઓક્ટોબર મહિનામાં ટ્રેનની પરિકલ્પનાનો વિચાર શરૂ થયો અને સરકારના અંદાજ મુજબ, વર્ષ 2028ના ઓક્ટોબર મહિના સુધીમાં આ ટ્રેન સંપૂર્ણપણે મુંબઈ અમદાવાદ વચ્ચે (Mumbai Ahmedabad bullet train) ભારતની પ્રથમ હાઈસ્પીડ ટ્રેન તરીકે દોડતી જોવા મળશે. 508 કિલોમીટરના રેલવે માર્ગ પર પ્રતિકલાક 320 કિલોમીટરની અતિતીવ્ર ગતિએ આ ટ્રેન દોડતી જોવા મળશે. મુંબઈ અમદાવાદ વચ્ચે આવતા બ્રિજ અને ટનલનું કામ દિલ્હી મુંબઈ અને જાપાનના ઈજનેરો દ્વારા હાથ ધરાયું છે. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ ટ્રેન પણ નરેન્દ્ર મોદીના સ્વપ્નના પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે, જે સંભવત વર્ષ 2028 સુધીમાં સંપૂર્ણ થવાની શક્યતા છે.

બુલેટ ટ્રેનનું કામ ગતિમાં

મેટ્રો ટ્રેન અમદાવાદ -ભારતના વિકસિત એવા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ટ્રાફિક સમસ્યા હળવી થાય. લોકો સમયસર પોતાના કામના નિર્ધારિત સ્થળે પહોંચી શકે તે માટે ગુજરાતમાં મેટ્રો ટ્રેનની (Ahmedabad Metro Train) શરૂઆત અમદાવાદ ગાંધીનગર વચ્ચે થઈ રહી છે, જેનું કામ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (Gujarat Metro Rail Corporation) દ્વારા હાથ ધરાયું છે. અમદાવાદ મેટ્રોનું કામ વર્ષ 2019ની 4થી માર્ચે શરૂ કરાયું હતું. તેના પ્રથમ તબક્કાનું કામ આગામી ઓગસ્ટમાં પૂરું થાય તેવી શક્યતાઓ છે.

અમદાવાદ મેટ્રો ટ્રેન નરેન્દ્ર મોદીનો પ્રોજેક્ટ - આ મેટ્રો ટ્રેન ભૂગર્ભ અને જમીન પર ચાલતી જોવા મળશે. આ ટ્રેનમાં 3 ડબ્બાઓ રાખવામાં આવશે, જે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે અંદાજિત 6.5 કિલોમીટરના વિસ્તારમાં સતત દોડતા જોવા મળશે. અમદાવાદ મેટ્રોને (Ahmedabad Metro Train) પણ નરેન્દ્ર મોદીના પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે. રાજ્યના મુખ્યપ્રધાન હતા ત્યારે મેટ્રો ટ્રેનના વિચારને લઈને તેઓ ખૂબ ગંભીર હતા, પરંતુ વડાપ્રધાન બનવા સુધી તેમણે તેમનું આ સપનું સાકાર કરવા રાહ જોવી પડી હતી. આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો (Ahmedabad Metro Train) ટ્રેન દોડતી જોવા મળશે, જેને મોદીના પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે.

રાજકોટ અમદાવાદ નોનસ્ટોપ ઈન્ટરસિટી ટ્રેન -રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે. 8 મહાનગરો પૈકી રાજકોટ ઈજનેરી. વ્યવસાયિક ક્ષેત્રે સમગ્ર ભારતમાં ખૂબ નામના ધરાવે છે. ત્યારે રાજકોટ અમદાવાદ વચ્ચે નોનસ્ટોપ ઈન્ટરસિટી ટ્રેન (Rajkot Ahmedabad Nonstop Intercity Train) શરૂ કરવાને લઈને પણ મોદી સરકાર ખૂબ ગંભીર છે. હાલ આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, જેને આખરી ઓપ અપાયા બાદ રાજકોટ અમદાવાદ વચ્ચે પણ સૌરાષ્ટ્રના ઇતિહાસની પ્રથમ નોન સ્ટોપ ઈન્ટરસિટી ટ્રેન (Rajkot Ahmedabad Nonstop Intercity Train) સૌરાષ્ટ્રવાસીઓને મળશે. આ ટ્રેનને પણ નરેન્દ્ર મોદી સાથે સાંકળીને જોવામાં આવે છે. સૌરાષ્ટ્રના નાના વ્યવસાય કારો ખૂબ ઓછા સમયમાં ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ સુધી વ્યાપારિક ધોરણે સંપર્કમાં રહી શકે. તે માટે વિશેષ નોનસ્ટોપ ઈન્ટરસિટી ટ્રેનનું આયોજન પણ મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

Last Updated : May 26, 2022, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details