- નરસિંહ મહેતાની 566મી હારમાળા જયંતિની થઈ રહી છે ઉજવણી
- રાજા રામ માંડલીકે નરસિંહને ભક્તિ સાબિત કરવા આપી હતી મહેતલ
- નરસિંહ મહેતાની ભક્તીને ભગવાન શ્રીકૃષ્ણે પ્રમાણિત કરીને હારમાળા અર્પણ કરી હતી
જૂનાગઢ:વિક્રમ સંવત 1512માં માગસર મહિનાના સાતમના દિવસે સ્વયમ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા નરસિંહ મહેતાની ભક્તિને પ્રમાણિત કરવા માટે કરતાર હારમાળા અને તુબડો અર્પણ કરવામાં આવ્યો હતો, ત્યારથી માગસર સુદ સાતમના દિવસે નરસિંહ મહેતાની હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, જૂનાગઢમાં આવેલા નરસિંહ મહેતા ચોરા ધાર્મિક સ્થાનમા નરસિંહ મહેતાની 566મી હારમાળા જયંતિની ઉજવણી (Narasinh Mehta Harmala Jayanti) નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
રાજા રામ માંડલીકે નરસિંહને ભક્તિ સાબિત કરવા આપી હતી મહેતલ
જૂનાગઢના રાજા રામ માંડલીક ગામલોકોની ફરિયાદ સાંભળીને નરસિંહ મહેતાને તેની ભક્તિ સાબિત કરવા માટે મહેતલ આપી હતી, જો નરસિંહ મહેતા તેની ભક્તિ સાબિત ન કરે તો તેને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવી હતી. જૂનાગઢના લોકોએ નરસિંહ મહેતા પર આળ લગાવતા રામ માંડલીકને ફરિયાદ કરી હતી કે નરસિંહ ભક્તિની આડમા મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી રહ્યો છે, જેને લઇને રામ માંડલીકે નરસિંહ મહેતાને તેની ભક્તિ પ્રમાણિત કરવાનુ ફરમાન કર્યું હતું. રામ માંડલીકના ફરમાનને આદેશ માનીને નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં તલ્લીન બની ગયા અને કારાગારની અંદર નરસિંહ મહેતાના ગળામાં હારમાળાની સાથે હાથમાં કરતાર અને એક તુબડો ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં અર્પણ કર્યો હતો, અને નરસિંહની ભક્તિને પ્રમાણીત કરી હતી. ત્યારથી નરસિંહ મહેતાની હારમાળા જયંતિની ઉજવણી માગસર સુદ સાતમના દિવસે થઈ રહી છે.
નરસિંહ મહેતાને ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત માનવામાં આવતા હતા