ગુજરાત

gujarat

ETV Bharat / city

જુનાગઢ માળીયા હાટીના ગ્રામ પંચાયતની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસમાં મોટે પાયે ભંગાણ

જૂનાગઢ માળીયા હાટીના ગ્રામ પંચાયતની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસમાં મોટે પાયે ભંગાણ પડતા હંડકપ મચી ગયો છે. કોંગ્રેસના 151 કાર્યકરો ભાજપમાં જોડાયા છે .

xxx
જુનાગઢ માળીયા હાટીના ગ્રામ પંચાયતની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસમાં મોટે પાયે ભંગાણ

By

Published : Jun 6, 2021, 10:40 AM IST

  • જૂનાગઢના રાજકિય કોરીડોરમાં હલચલ
  • માળીયા હાટીમાં કોંગ્રેસના 151 સભ્યો ભાજપમાં જોડાયા
  • કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈન નેવે મુકાઈ

જૂનાગઢ : માળીયા હાટીના સરપંચ અને પટેલ સમાજ અગ્રણી ,સોની સમાજના આગેવાનો, મુસ્લીમ સમાજના આગેવાન,રબારી સમાજના આગેવાનો સહિતના 151 કાર્યોકરો એ કોંગ્રેસ માં રામરામી કરી ભાજપમાં જોડાતા જિલ્લાના રાજકારણમાં મોટો ખળભળાટ જોવા મળ્યો હતો.

151 સભ્યોએ કોંગ્રેસ છોડી

હાલ માળીયા હાટીના ગ્રામ પંચાયતની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે. બે દિવસ પહેલા કોંગ્રેસ અગ્રણીના ભાણેજ અને તાલુકા પંચાયતના સદસ્ય , માળીયા હાટીના ગ્રામ પંચાયતના સદસ્ય એ કોંગ્રેસ માંથી છેડો ફાડી વિધીવત ભાજપમાં જોડાયા હતા. સતત બીજા દિવસે કોંગ્રેસના આગેવાન અને માળીયા હાટીના સરપંચ અને પટેલ સમાજના નવયુવાન આગેવાન સહિત 151 કાર્યોકરો કોંગ્રેસ સાથે છેડો ફાડતા માળીયા હાટીનામાં રાજકીય માહોલ ગરમાયો હતો.

આ પણ વાંચો : જૂનાગઢના ધારાસભ્ય સહિત તેમના પુત્રોને પણ 1 વર્ષની સજા

અનેક અગ્રણી હાજર

શનિવારે માળીયા હાટીના પટેલ સમાજ ખાતે જુનાગઢ જીલ્લાના સંસદ રાજેશભાઇ ચુડાસમા, તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપ ભાઈ સીસોદીયા, જુનાગઢ જીલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ, જુનાગઢ જીલ્લા ભાજપના મહામંત્રી વી.ડી.કરડાણી, જીલ્લા ભાજપ મંત્રી ચંદુભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા , બાંધકામ સમિતિના ચેરમેન દિલીપ ભાઈ સીસોદીયા, જીલ્લા બક્ષી પંચ મોરચાના પ્રમુખ વિક્રમ સિંહ લાખણી,તાલુકા પંચાયતના સદસ્ય માનસિંહ ભાઈ લાખાણી, લોકસેવક જીવો સીસોદીયા સહીત ના આગેવાનોની હાજરીમાં માળીયા હાટીના સરપંચ અને પટેલ સમાજના નવયુવાન આગેવાન અને સોની સમાજના પ્રમુખ , મુસ્લીમ સમાજના આગેવાન સહિત 151 કાર્યોકરોને ભાજપનો ખેસ પહેરાવી વિધીવત ભાજપમાં પ્રવેશ આપ્યો હતો.

આ પણ વાંચો : પંચમહાલના શહેરા તાલુકાની 6 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જાહેરનામુ

કોરોના ગાઈડલાઈન નેવે મૂકાઈ

આ ભાજપની મીંટીંગમાં 150 થી 200 જેટલા લોકો એકઠા થયા હતા અને કોઇ કોઇ કાર્યકરોતો માસ્ક વીનાના પણ જોવા મળ્યા હતા અને સામાજિક અંતરના પણ ધજાગરા જોવા મળ્યા હતા. સરકારની ગાઇડલાઇન મુજબ હાલ લગ્નમાં 50 માણસો જયયારે આવી ભાજપની શભાઓમાં 150 કરતાંપણ વધારે માણસો ભેગા થયા તો શું આને કાયદો લાગુ પડતો નથી તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહયા છે.

ABOUT THE AUTHOR

...view details