ગુજરાત

gujarat

ETV Bharat / city

કમળ પર આસન લગાવીને બેઠેલા મહાલક્ષ્મીના દર્શન અને પૂજનનું છે ધાર્મિક મહત્વ

દિવાળીનો (Diwali 2021) તહેવાર બિલકુલ નજીકના દિવસોમાં આવી રહ્યો છે, ત્યારે દિવાળીના (Dhanteras 2021) પર્વ દરમિયાન લક્ષ્મી (Mahalakshmi) માતાનું પૂજન તેના દર્શન અને તેને કમળના પુષ્પ અર્પણ કરવાની વિશિષ્ટ ધાર્મિક પરંપરા જોવા મળે છે. કહેવાય છે કે, કમલનું પુષ્પ સમગ્ર સૃષ્ટિમાં પ્રથમ વખત બ્રહ્માજીની નાભિમાંથી પ્રગટ થયું હતું, તેમજ કમળ સતત અવકાશ તરફ દ્રષ્ટિ રાખતું જોવા મળે છે, જેને કારણે મહાલક્ષ્મી માતાજીનું આસન કમળના પુષ્પ પર દર્શાવવામાં આવ્યું છે. મા લક્ષ્મી કમળ સહિત અન્ય નવ આસન પર પણ બિરાજમાન હોય છે, પરંતુ ૮ આશન પર બિરાજતા લક્ષ્મીનું પૂજન વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

મહાલક્ષ્મીના દર્શન અને પૂજનનું છે ધાર્મિક મહત્વ
મહાલક્ષ્મીના દર્શન અને પૂજનનું છે ધાર્મિક મહત્વ

By

Published : Nov 2, 2021, 12:58 AM IST

  • દિવાળીમાં મહાલક્ષ્મીના દર્શન અને પૂજન કરવાનું છે વિશેષ ધાર્મિક મહત્વ
  • મહાલક્ષ્મી કમળના પુષ્પ પર બિરાજમાન થયા છે
  • ભક્તો મહાલક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરી તેમની કૃપા પ્રાપ્ત કરે છે

જૂનાગઢ :દિવાળીનો (Diwali 2021) તહેવારના માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે પ્રકાશના પર્વમાં મહાલક્ષ્મીના દર્શન કરવાને લઈને વિશેષ લગાવ ભાવિકોમાં જોવા મળતો હોય છે. દિવાળીના પર્વ દરમિયાન મહાલક્ષ્મી (Mahalakshmi) મંદિરે દર્શન માટે ભાવિભક્તો આવતા હોય છે. મહાલક્ષ્મીને પ્રિય એવા કમળના પુષ્પ મહાલક્ષ્મીને (Dhanteras 2021) અર્પણ કરીને ભાવિકો દિવાળીના પાવન પર્વની ઉજવણી કરતા હોય છે.

મહાલક્ષ્મીના દર્શન અને પૂજનનું છે ધાર્મિક મહત્વ

8 આસનો પર બેસેલા મહાલક્ષ્મીનો મહિમા

હિન્દુ ધર્મગ્રંથોમાં મહાલક્ષ્મીને 8 આસનો પર બેસેલા દર્શાવવામાં આવ્યા છે, જેથી હિન્દુ ઘરોમાં આઠ મહાલક્ષ્મીની પૂજા થતી હોય છે. નવમી મહાલક્ષ્મી કે જે ઘુવડ પર બિરાજમાન હોય છે, તેની પૂજા આપણે ધાર્મિક પરંપરા મુજબ કરતા હોતા નથી, પરંતુ કમળ પર આસન લગાવીને બેસેલા મહાલક્ષ્મીની પૂજા કરવાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ પાવનકારી માનવામાં આવ્યું છે. કમળ પર આસન લગાવીને બેઠેલા મહાલક્ષ્મીની પૂજા અને તેના દર્શન કરવાથી કોઈ પણ પરિવાર પર મહાલક્ષ્મીની કૃપા સદાય જળવાઈ રહે છે. તેને લઈને દિવાળીના આ પર્વ દરમિયાન મહાલક્ષ્મીની પૂજા અને તેના દર્શન કરવાની વિશેષ પરંપરા હિન્દુ ધર્મમાં જોવા મળે છે.

કમળ પર આસન લગાવીને બેઠેલા મહાલક્ષ્મી ના દર્શન અને પૂજન નું છે ધાર્મિક મહત્વ

કમળ પર મહાલક્ષ્મીનો વાસ હોવાની છે ધાર્મિક માન્યતા

કમળના પુષ્પની નાળ સરોવરમાં હોવા છતાં પણ તેની સુવાસ અનંત સુધી જોવા મળતી હોય છે, કમળનું મુખ અતિ કોમળ માનવામાં આવે છે. કમળને ગુણ સંગ્રહ કરવાનો વ્યસન હોવાને કારણે પણ કમળ હિન્દૂ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ થયો છે, તે મુજબ કમળને દોષ માટે દ્વેષ હોય છે, આથી કમળ ખૂબ વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર પવિત્ર સરોવરના જળમાં જન્મેલા કમળ પર લક્ષ્મીજીનો વાસ જોવા મળે છે. જેને કારણે મહાલક્ષ્મીનું આસન કમળ જોવા મળે છે, વધુમાં દિવાળીના તહેવારો દરમિયાન ભાવિ ભક્તો પણ મહાલક્ષ્મીને પવિત્ર કમળ પુષ્પ અર્પણ કરી તેમના દર્શન કરી મહાલક્ષ્મીની કૃપા તેમના પરિવારો પર સદાય જોવા મળે તે માટે પ્રાર્થના અને પૂજા કરતા હોય છે.

મહાલક્ષ્મીના દર્શન અને પૂજનનું છે ધાર્મિક મહત્વ

હિન્દૂ સંસ્કૃતિને કમળ સાથે પણ સરખાવવામાં આવી

ભારતીય સંસ્કૃતિમાં અનેક પ્રતીકો જોવા મળે છે, જેમાં કમળને અગ્રંસ્થ સ્થાન આપવામાં આવ્યું છે. ધાર્મિક પરંપરા અને ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ વિચારધારા અને જીવન શ્રેણીનો સુભગ સમન્વય કમળના પુષ્પમાં જોવા મળે છે, જેને કારણે પણ કમળ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. ભારતીય સંસ્કૃતિને કમળ સાથે પણ સરખાવવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ કમળના પુષ્પને હાથમાં ધારણ કર્યું છે, જેને લઇને પણ કમળ ધાર્મિક દ્રષ્ટિએ મહત્વનું પુષ્પ માનવામાં આવે છે. કમળમાં આટલી બધી ખાસિયત અને ગુણ હોવાને કારણે તે મહાલક્ષ્મી માતાજીના આસન તરીકે પણ જોવા મળે છે. કમળ પર બિરાજમાન મહાલક્ષ્મીના દર્શન અને પૂજા કરીને તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. જેને લઇને દિવાળીના તહેવારોમાં ભાવિ ભક્તો કમળ પર બિરાજતા મહાલક્ષ્મીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details