- પાટીદાર બાદ કોળી સમાજે પણ કરી રાજ્યમાં તેમના મુખ્યપ્રધાનની માગ
- ખોડલધામથી શરૂ થયેલી પાટીદાર મુખ્યપ્રધાનની માંગ કોળી સમાજ સુધી પહોંચતી જોવા મળી
- આગામી દિવસોમાં કોળી સમાજ રાષ્ટ્રીય સ્તરે સંગઠન બનાવીને સરકારમાં પ્રતિનિધિત્વની કરશે માગ
જૂનાગઢ:ખોડલધામથી શરૂ થયેલી પાટીદાર સમાજના મુખ્યપ્રધાનની માગ જૂનાગઢ સુધી પહોંચી છે, કોળી સમાજ દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં રાજ્યના આગામી મુખ્યપ્રધાન કોળી સમાજમાંથી હોવા જોઈએ તે અંગેનો નિર્ણય સમાજના આગેવાનોએ એક સૂરથી કર્યો છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં મુખ્યપ્રધાનને લઈને કોળી સમાજના આગેવાનો સમગ્ર સમાજને એકજૂથ અને સંગઠિત કરીને કોળી સમાજના મુખ્યપ્રધાન બનાવવાને લઇને માગ વધુ ઉગ્ર કરશે. આગામી વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે, ત્યારે પાટીદાર બાદ કોળી સમાજે પણ તેમની જ્ઞાતિના મુખ્યપ્રધાન હોવાની માગ કરીને ચૂંટણી પહેલાં રાજકીય વાતાવરણ વધુ ગરમ કર્યુ છે.
કોળી સમાજના રાષ્ટ્રીય પ્રધાન જેઠા જોરા સાથે ખાસ વાતચીત આ પણ વાંચો:જ્ઞાતિવાદનું રાજકારણ : ક્ષત્રિય ઠાકોર સમાજે પણ મુખ્યપ્રધાન પદની કરી માંગ
સમગ્ર રાજ્યમાં સૌથી વધારે મતદારો ધરાવતા કોળી સમાજે મુખ્યપ્રધાન પદ પર ઠોક્યો દાવો
સમગ્ર રાજ્યના મતદારોની વાત કરીએ તો, ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી સમગ્ર રાજ્યમાં કોળી સમાજના સૌથી વધારે મતદારો જોવા મળે છે. વિધાનસભાની 45 કરતાં વધુ બેઠકો પર કોળી સમાજના મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. વધુમાં જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોળી સમાજનો દબદબો વર્ષોથી જોવા મળે છે. આ પરિસ્થિતિમાં કોળી સમાજે કરેલી મુખ્યપ્રધાન પદની દાવેદારી આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં નવા રાજકીય સમીકરણને પણ જન્મ આપી શકે છે કે, સરકારમાં પ્રધાનપદે કાર્યરત પરસોતમ સોલંકીએ પણ તેમના સમાજને મહત્વ ઓછુ મળતુ હોવાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ કોળી સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં રાજ્યમાં આગામી મુખ્યપ્રધાન કોળી સમાજનો હોવો જોઈએ તેવી માગ પ્રબળ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Bhavnagar: ઇસ્કોન ક્લબ ખાતે કોળી સમાજની ચિંતન બેઠક યોજાઇ
વર્ષોથી તમામ રાજકીય પક્ષોએ કોળી સમાજને નુકશાન કર્યું હોવાનો એક સૂરમાં ઉઠ્યો મત
ચિંતન શિબિરમાં કોળી સમાજ પ્રત્યે તમામ રાજકીય પક્ષોએ અત્યાર સુધી ભેદભાવ ભર્યું વલણ દાખવી હોવાનો પણ સૂર જોવા મળ્યો હતો. કોળી જ્ઞાતિના મતદારોને ધ્યાને રાખીને સમગ્ર સમાજનું રાજકીય મહત્વ વધુ હોવાને કારણે સમાજમાંથી સૌથી વધુ ટિકિટોની ફાળવણી કરવી જોઈએ તેવી માગ પણ કરાઈ છે. વધુમાં રાજ્ય સરકારમાં કોળી સરકારનું પ્રતિનિધિત્વ ખૂબ જ જૂજ જોવા મળે છે, તેમાં પણ વધારો કરવાની માગ કોળી સમાજે વ્યક્ત કરી છે. જે પ્રકારે પાટીદાર સમાજે રાજ્યના મુખ્યપ્રધાનને લઈને માગ કરી છે. તેમાં હવે કોળી સમાજે પણ આગળ આવીને પોતાનો મુખ્યપ્રધાન હોવો જોઈએ તેવો દાવો ઠોકી દીધો છે, જે આવનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ મહત્વનો રાજકીય મુદ્દો પણ બની શકે છે.