ગુજરાત

gujarat

ETV Bharat / city

કેજરીવાલની સભામાં ઈમાનદારીના ભરપેટ વખાણની વચ્ચે લોકોમાં ભોજનની થઈ ખુલ્લેઆમ લૂંટફાટ - Kejriwal election Public Meeting in Junagadh

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન સાથે પંજાબના મુખ્ય પ્રધાન ભગવત માનની આજે જાહેરસભા (Kejriwal election Public Meeting in Junagadh) યોજાઈ હતી. આ સભામાં ઉપસ્થિત લોકોએ ભોજન માટે રીતસર લૂંટફાટ (People were caught on camera looting food) કરી હતી.

કેજરીવાલની સભામાં ઈમાનદારીના ભરપેટ વખાણની વચ્ચે લોકોમાં ભોજનની થઈ ખુલ્લેઆમ લૂંટફાટ
કેજરીવાલની સભામાં ઈમાનદારીના ભરપેટ વખાણની વચ્ચે લોકોમાં ભોજનની થઈ ખુલ્લેઆમ લૂંટફાટ

By

Published : Oct 1, 2022, 10:11 PM IST

જૂનાગઢઆમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન (Chief Minister of Delhi) તેમજ પંજાબના મુખ્ય પ્રધાન (Chief Minister of Punjab) ભગવત માનની જાહેરસભા આજે જૂનાગઢ ખાતે યોજાઇ હતી. સભામાં બે કલાક કરતા વધારે સમયનો વિલંબ થયો હતો. ત્યારે 4:30 કલાકે શરૂ થયેલી સભા 6 કલાકે પૂર્ણ થતા સભામાં ઉપસ્થિત લોકોએ ભોજન માટે રીતસર લૂંટફાટ કરી હતી. જેટલું ભોજન મળે તેટલું લઈને ચાલતી પકડી હતી.

સભા પૂર્ણ થયા બાદ સભામાં ઉપસ્થિત લોકો ભોજન માટે રીતસર લૂંટફાટ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

ચૂંટણી લક્ષી જાહેર સભાનું આયોજનદિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલઅને પંજાબના મુખ્યપ્રધાન ભગવત માનની ચૂંટણી લક્ષી જાહેર સભાનું આયોજન (Election oriented public meeting in Junagadh) આજે જૂનાગઢ શહેરમાં કરાયું હતું. બે કલાક કરતાં વધુ વિલંબથી શરૂ થયેલી સભા સાંજના છ કલાકે પૂર્ણ થઈ હતી. સભા પૂર્ણ થયા બાદ સભામાં ઉપસ્થિત લોકો ભોજન માટે રીતસર લૂંટફાટ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

ભોજનની થાળી છિનવતા લોકો કેમેરામાં કેદ લોકો ભોજન માટે પડાપડી કરી રહ્યા છે. એકબીજાના હાથમાંથી ભોજનની થાળી છિનવતા (People snatching food plates from hands) લોકો પણ કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. કેટલાક લોકો પાણીની આખુ કાર્ટુન ખભા પર લગાવીને ઘરે લઈ જતા પણ જોવા મળ્યા હતા. આ પ્રકારની ભોજન અને પાણી માટેની લૂંટફાટના દ્રશ્યો કેજરીવાલની આજની જૂનાગઢ સભામાં સામે આવ્યા હતા.

સભામાં ભોજનની થઈ ખુલ્લેઆમ લૂંટફાટદિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્ય પ્રધાનભગવંત માનપણ આજની જૂનાગઢની સભામાં હાજર હતા બંને મુખ્ય પ્રધાનોએ ઈમાનદારીના ભરપેટ વખાણ કર્યા હતા. અને આગામી ચૂંટણીમાં ઈમાનદાર સરકાર બનાવવાની લઈને લોકોને વિનંતી કરી સમગ્ર સભા દરમિયાન ઈમાનદારીના ભરપેટ વખાણ ની વચ્ચે ભોજન અને પાણીની લૂંટફાટ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સભામાં ઉપસ્થિત લોકોએ કરી એક તરફ ઈમાનદારીની વાતો થતી હતી, તો બીજી તરફ ભોજન અને પાણી માટે લૂંટફાટના દ્રશ્યો પણ એ જ સ્થળે જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details