ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢના વિદ્યાર્થીઓએ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ નિહાળ્યું

જૂનાગઢ: ગુરૂવારે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ નિહાળવા માટે જૂનાગઢમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કંકણાકૃતિરૂપે જૂનાગઢમાં સૂર્યગ્રહણને જોઈને શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ખગોળીય ઘટના અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. ગુજરાતમાં આ પ્રકારનું સૂર્યગ્રહણ 50 વર્ષ બાદ જોવા મળશે. જેને લઇને ગુરૂવારના સૂર્યગ્રહણે શાળામાં અભ્યાસ કરનારા બાળકો અને તેમના વાલીઓમાં વિશેષ ઉત્સુકતા જગાવી હતી.

ETV BHARAT
જૂનાગઢના વિદ્યાર્થીઓએ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ નિહાળ્યું

By

Published : Dec 26, 2019, 3:01 PM IST

ગુરૂવારે ગુજરાતમાં વર્ષ 2019નું અંતિમ સૂર્યગ્રહણ કંકણાકૃતિ પ્રકારે જોવા મળ્યું હતું. સવારે 8: 20 કલાકે ગ્રહણની શરૂઆત થઇ હતી, જે સવારના 10:25 વાગ્યા સુધી જોવા મળ્યું હતું. સૂર્યગ્રહણને લઈને જૂનાગઢના લોક વિજ્ઞાન કેન્દ્રમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજના દિવસે બનનારી ખગોળીય ઘટનાને લઇને શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી હતી અને વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે સૂર્યગ્રહણનો અદભૂત નજારો નિહાળીને અભિભૂત થયા હતા.

જૂનાગઢના વિદ્યાર્થીઓએ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ નિહાળ્યું

આ જ પ્રકારનું સૂર્યગ્રહણ નિહાળવા માટે હવે ગુજરાતે 50 વર્ષ જેટલી રાહ જોવી પડશે. અમાસના દિવસે સર્જાતા સૂર્યગ્રહણને કારણે કેટલાક વિસ્તારોમાં પૂર્ણ સૂર્યગ્રહણ દેખાય છે, તો કેટલાક વિસ્તારમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળે છે. ચંદ્ર પૃથ્વી કરતાં ખૂબ જ નાનો હોવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. અમાસના દિવસે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી એક સીધી લીટીમાં આવે છે, ત્યારે પૂર્ણ સૂર્યગ્રહણ સર્જાય છે. જે અમાસના દિવસે ચંદ્ર પૃથ્વીની ખૂબ જ નજીક હોય છે, ત્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે છે અને તેનાથી સર્જાતા સૂર્યગ્રહણને પૂર્ણ એટલે કે ખગ્રાસ સૂર્યગ્રહણ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પ્રકારની ખગોળીય ઘટના દરેક અમાસે જોવા મળતી નથી. ચંદ્રની ભ્રમણકક્ષામાં પૃથ્વીની ભ્રમણકક્ષાના સમતલથી 5 ડિગ્રીના ખૂણે ઝૂકેલી જોવા મળે છે. જેથી પ્રત્યેક અમાસના દિવસે ચંદ્ર તેના છેદન બિંદુઓ પર જોવા મળતો નથી, તેને કારણે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી એક સમાન રેખા ઉપર કે નીચે હોય છે. જેથી દરેક આમાસે ગ્રહણ જોવા મળતું નથી.

ABOUT THE AUTHOR

...view details