- સોનાની ચોરીનો ભેદ ઉકેલતી જુનાગઢ પોલીસ
- સોનું ચોરીને નાસી છૂટેલા બે આરોપીને તુમસર ગામમાંથી ઝડપી લેવાયા
- ગુપ્ત માહિતીને આધારે બન્ને શખ્સો સુધી પહોંચવામાં મળી સફળતા
જૂનાગઢ:ગયા સોમવારના દિવસે જૂનાગઢની છાયા બજારમાં આવેલા માંડલીયા જ્વેલર્સમાં બપોરના 12થી 4ના સમય દરમિયાન 90 લાખ કરતાં વધુના સોના-ચાંદી અને રોકડની ચોરી થવાની ઘટના સામે આવી હતી. માંડલીયા જ્વેલર્સના માલિકે A ડિવિઝન પોલીસ મથકમાં 90 લાખની આસપાસના સોનાની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ચોરી કરતાં સમયે આ બન્ને સોની કારીગરોએ કોઈ લોખંડના હથિયારે વડે તાળાઓ તોડીને સોની કામ ચાલતું હતું તે જગ્યા પર બપોરના સમયે પ્રવેશ કર્યો હતો અને અહીં પડેલું સોનું અને રોકડ રકમ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા.
સોનું ચોરી કરવાનો ભેદ ઉકેલતી જુનાગઢ પોલીસ આ પણ વાંચો: અંકલેશ્વરની જ્વેલરી શોપમાંથી 17 તોલા સોનાની ચોરી કરનાર 1 આરોપી ઝડપાયો
પોલીસે તપાસના ચક્રો કર્યા ગતિમાન
ફરિયાદને આધારે જૂનાગઢ પોલીસે બન્ને આરોપી સુધી પહોંચવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સાઈબર એક્સપર્ટ ખાનગી બાતમીદારો અને આરોપીઓની કેટલીક જાણકારી એકત્ર કરીને આ બન્ને આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે.
બન્ને આરોપીને પોલીસે જૂનાગઢ લાવીને વધુ પૂછપરછ હાથ ધરી
આ બન્ને આરોપીઓ 90 લાખ કરતાં વધુના સોના અને મુદ્દામાલની ચોરી કરીને મહારાષ્ટ્ર રાજ્યના ભંડારા જિલ્લાના તુમસર ગામમાં રહેતા અબ્દુલ અજીમના કોઈ સંબંધીને ત્યાં રોકાયા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને ધ્યાને રાખીને જૂનાગઢ પોલીસે તુમસર જિલ્લાના પોલીસ મથકના અધિકારીઓને સાથે રાખીને શંકાસ્પદ જગ્યાએ તપાસ કરતા ચોરીને અંજામ આપનારા બન્ને સોની કારીગરો અબ્દુલ અજીમ અને સમ્રાટ અજીત સોના-ચાંદીના કેટલાક દાગીના અને રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પહેલા બન્ને આરોપીને પોલીસે જૂનાગઢ લાવીને વધુ પૂછપરછ હાથ ધરી છે. પકડાયેલા બન્ને આરોપી પશ્ચિમ બંગાળના હુબલી જિલ્લાના બડા ખજુરીયા અને નામજગઢના હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ પણ વાંચો: હોટલના લગ્ન પ્રસંગમાંથી ગઠીયો સોનાના દાગીના ભરેલી થેલી ઉઠાવી ફરાર, ઘટના CCTVમાં કેદ
90 લાખ કરતાં વધુનું સોનું અને રોકડ ચોરીને ફરાર થઈ ગયા
પકડાયેલા બન્ને આરોપીની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં માંડલીયા જ્વેલર્સના માલિક સાથે તેમને કોઈ બાબતને લઈને મતભેદો સર્જાયા હતા. જેને ધ્યાને રાખીને આ બન્ને સોની કારીગરો 90 લાખ કરતાં વધુનું સોનું અને રોકડ ચોરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે પકડેલા સોની કારીગરોને આગામી દિવસોમાં જૂનાગઢ પોલીસ દ્વારા ન્યાયાલયમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવશે.
જૂનાગઢ પોલીસે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે, જે પ્રકારે આ બન્ને સોની કારીગરોએ જૂનાગઢમાં સોનાની ચોરીને અંજામ આપ્યો છે એ જ પ્રકારે અન્ય જગ્યાએ પણ આ પ્રકારના કે અન્ય કોઈ ગુનામાં બન્ને પકડાયેલા આરોપી સોની કારીગરોની સંડોવણી છે કે નહીં તેને લઈને પણ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.