ગુજરાત

gujarat

ETV Bharat / city

પ્રધાનના સ્વાગતમાં પ્રજાના પૈસે પાણીઢોર, જૂનાગઢ મનપા દ્વારા માર્ગો પર પાણીનો છંટકાવ - જૂનાગઢ

જૂનાગઢ: શુક્રવારે રાજ્યપ્રધાન મનસુખ માંડવીયા જૂનાગઢમાં ગાંધી સંદેશ યાત્રાને લઈને આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ મનપા દ્વારા શહેરના માર્ગોપર ઉડી રહેલી ધુળને ડામવા માટે માર્ગો પર પાણીનો છંટકાવ કરી રહી છે. જેને લઇને જૂનાગઢના વાહનચાલકોએ સવાલો ઉભા કર્યા છે.

Latest news of Junagadh

By

Published : Oct 11, 2019, 5:30 PM IST

જૂનાગઢ શહેરમાં પડેલા અતિભારે વરસાદને કારણે શહેરના તમામ માર્ગો ધોવાઇ ગયા છે. જેને લઇને જૂનાગઢ શહેર પર ધૂળની ચાદરનું આવરણ ફરી વળ્યું છે. ત્યારે આજે શુક્રવારે શહેરના ગાંધી ચોકમાં કેન્દ્રીય ભૂતલ પરિવહન રાજ્યપ્રધાન મનસુખ માંડવીયાની આગેવાનીમા ગાંધી સંદેશ યાત્રા આવી રહી છે. જેને લઇને જૂનાગઢ મનપા દ્વારા શહેરમાં ઉડી રહેલી ધૂળને ડામવા માટે માર્ગો પર પાણીનો છંટકાવ કરી રહી છે જેને લઇને જૂનાગઢના શહેરીજનો અને વાહનચાલકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

પ્રધાનના સ્વાગતમાં પ્રજાના પૈસે પાણીઢોર, જૂનાગઢ મનપા દ્વારા માર્ગો પર પાણીનો છંટકાવ

છેલ્લા પંદર દિવસથી જૂનાગઢના તમામ માર્ગો પરથી બારીક ધૂળ ઊડી રહી છે ત્યારે જૂનાગઢ શહેરનાં લોકો અને ખાસ કરીને જે લોકો જૂનાગઢ મનપાને કરવેરો આપી અને મનપાની તિજોરીને મજબુત રાખવામાં મદદરૂપ બને છે. તેવા લોકોની ચિંતા કર્યા વગર સમગ્ર શહેરમાં ધૂળનું સામ્રાજ્ય ઊભું થવા દીધું હતું. હવે જ્યારે કેન્દ્રીય પ્રધાન જૂનાગઢમાં આવી રહ્યા છે ત્યારે પ્રધાનને ધૂળનો કડવો અનુભવ ન થાય તેને લઈને જૂનાગઢ મનપા શહેરના માર્ગો પર પાણીનો છંટકાવ કરી રહી છે.

જેને વાહનચાલકો અને શહેરના નાગરિકો ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. જૂનાગઢ મનપા દ્વારા આવી વ્યવસ્થા શહેરના નાગરિકો અને તેના આરોગ્યને લઈને ઉઠાવવામાં આવી હોત તો તે આવકારદાયક હતું, પરંતુ કેન્દ્ર સરકારના એક પ્રધાનને સારું લાગે એના માટે મનપા પાણીનો છંટકાવ કરી રહી છે. તેને જૂનાગઢના લોકો સંદેહની નજરથી જોઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details