- સરકારના નિર્ણયને ગિરનાર સંત સમાજે પણ આવકાર્યો
- ભગવાન કૃષ્ણના સમયમાં લીલી પરિક્રમા શરુ થયાની ધાર્મિક માન્યતાઓ
- કોરોના સંક્રમણ વધુના ફેલાય તેને લઈને કરવામાં આવ્યો નિર્ણય
જૂનાગઢ:આદિ અનાદિ કાળથી આયોજિત થતી આવતી ગરવા ગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા રદ્દ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જેની જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગિરનારની લીલી પરિક્રમા આદિ અનાદિ કાળથી આયોજિત થતી આવતી હોવાની ધાર્મિક માન્યતા છે. ગિરનારની પ્રથમ પરિક્રમા ભગવાન કૃષ્ણ દ્વારા કરવામાં આવી હોવાની ધાર્મિક લોક વાયકા મુજબ કારતક સુદ અગિયારસના દિવસે રાત્રીના 12 કલાકે પરિક્રમા શરુ થાય છે જે દેવ દિવાળી એટલેકે પૂનમ ના દિવસે વિધિવત રીતે પૂર્ણ થતી હોય છે.
પરિક્રમાના 5 પડાવો અને જંગલમાં રાતવાસાનું મહત્વ
ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન 5 પડાવોનું પણ વિશેષ મહત્વ ઉલ્લેખવામાં આવ્યું છે ભવનાથ તળેટી પ્રથમ પડાવ ત્યાર બાદ પરિક્રમા જીણાબાવાની મઢી માળવેલા બોરદેવી અને ભવનાથમાં અંતિમ પડાવ સાથે પરિક્રમા પૂર્ણ થતી હોય છે અને પરિક્રમાર્થીઓ પુણ્યનું ભાથું બાંધીને તેમના ઘરે પરત ફરતા હોય છે. આ પહેલા પણ પરિક્રમા બંધ રહી હોય તેવા પુરાવાઓ મળી રહયા છે. જૂનાગઢમાં નવાબી શાસન દરમિયાન અને વિશ્વ યુદ્ધ તેમજ વિશ્વિક મહામારીને કારણે પણ પરિક્રમા રદ્દ કરવામાં આવી હતી.