ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં જૂનાગઢ કોંગ્રેસે કર્યુ વિરોધ પ્રદર્શન

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કેન્દ્રીય કૃષિ સુધારા બિલ મંજૂર કરી દેવામાં આવ્યું છે જેના વિરોધમાં પંજાબ અને હરિયાણા બાદ હવે ધીમે ધીમે દેશના બીજા ભાગોમાંથી પણ ખેડૂતો સમર્થન આપી રહ્યા છે. જેના ભાગરૂપે શુક્રવારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસે પ્રતિકાત્મક રેલી અને ધરણા પ્રદર્શન કરીને ખેડૂતોને તેમનું સમર્થન આપ્યું હતું.

કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં જૂનાગઢ કોંગ્રેસે કર્યુ વિરોધ પ્રદર્શન
કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં જૂનાગઢ કોંગ્રેસે કર્યુ વિરોધ પ્રદર્શન

By

Published : Dec 4, 2020, 7:58 PM IST

  • કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ આવી સામે
  • કોંગ્રેસના ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
    કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં જૂનાગઢ કોંગ્રેસે કર્યુ વિરોધ પ્રદર્શન

જૂનાગઢ: તાજેતરમાં કેન્દ્ર સરકારે કૃષિ સુધારા વિધેયકને મંજૂરી આપી છે જેના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હીમાં ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અન્ય રાજ્યના ખેડૂતો પણ હવે ધીમે ધીમે વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે આગળ આવી રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં કોંગ્રેસે ખેડૂતના આંદોલનને પોતાનો ટેકો આપીને તેના સમર્થનમાં બહાર આવી છે. જેના ભાગરૂપે શુક્રવારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પ્રતિકાત્મક ધરણા અને રેલીનું આયોજન કરીને કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય કૃષિ સુધારા વિધેયક બિલનો વિરોધ કરીને કોંગ્રેસે ખેડૂતોને સમર્થન આપ્યું હતું.

કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં જૂનાગઢ કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં ભાજપ સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો


વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા, માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા ઉપસ્થિત

કૃષિ સુધારા વિધેયક બિલનો પ્રથમ વિરોધ પંજાબ અને હરિયાણાથી શરૂ થયો હતો. જેમાં ધીમે ધીમે હવે રાજસ્થાન, બંગાળ, ઉત્તરપ્રદેશ સહિતના કેટલાક રાજ્યોના ખેડૂતો પણ આગળ આવી રહ્યા છે કે રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અપાયેલા આદેશો મુજબ પ્રત્યેક જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ખેડૂતોના સમર્થનમાં પ્રતિક ધારણા કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં આજે જૂનાગઢમાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા તથા માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજાની હાજરીમાં કોંગી કાર્યકરોએ ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરીને ખેડૂતોના આંદોલનને તેમનો બિનશરતી ટેકો જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: આણંદ: જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં ધરણા કાર્યક્રમ યોજાયો, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

ABOUT THE AUTHOR

...view details