જૂનાગઢ પોલીસને નાતાલ પૂર્વે મોટી સફળતા મળી છે. જિલ્લાની પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માર્કેટીંગ યાર્ડ પાસે ક્રિસમસ અને થર્ટી ફસ્ટની ઉજવણી માટે મંગાવેલો દારૂ જપ્ત કર્યો છે.
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે દારૂના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ
જૂનાગઢ: જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપ સિંગને દારૂ અંગે બાતમી મળી હતી. જેથી જૂનાગઢ પોલીસે નાતાલ પહેલા ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં જૂનાગઢ પોલીસે દારૂના જથ્થા સાથે 2 શખ્સની ધરપકડ કરી છે.
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે દારૂના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ
પોલીસે ટ્રેલર ટ્રક RJ-19-GB-4170માંથી ગેરકાયદે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 689 પેટીમાં 8268 નંગ બોટલના 33,25,860 રૂપિયાનો દારૂ તથા વાહન, મોબાઇલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 53,40,330ના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.