જૂનાગઢઃ 16 ઓક્ટોબરના રોજ જૂનાગઢ APMCના નવા ડિરેક્ટરોને ચૂંટણી માટે મતદાન હાથ ધરવામાં આવશે. જેના ભાગરૂપે સોમવારે ફોર્મ ભરવાની શરૂઆત થઇ છે. જેમાં 16 બેઠકો પર 20 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 16 ઓક્ટોબરે મતદાન હાથ ધરવામાં આવશે. ત્યારબાદ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં આગામી વર્ષ માટે યાર્ડના ડિરેક્ટર જાહેર કરવામાં આવશે.
જૂનાગઢ APMCની સામાન્ય ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરાવા શરૂ થયાં
16 ઓક્ટોબરના રોજ જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીઓ યોજવા જઇ રહી છે, ત્યારે સોમવારે 16 બેઠકો પર 20 જેટલા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યાં છે. જેનું મતદાન 16 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.
જૂનાગઢ APMCની સામાન્ય ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરાવા શરૂ થયાં
ઉલ્લેખનીય છે કે, ગત 35 વર્ષથી જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ તરીકે દિગ્ગજ સહકારી આગેવાન ભીખા ગજેરા કાર્યરત હતા. તેમણે સ્થાનિક સ્વરાજની સાથે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. જેથી તે આ વર્ષે ચૂંટણી લડવાના નથી, ત્યારે આગામી 16 ઓક્ટોબરે જૂનાગઢ APMCને 35 વર્ષે નવા પ્રમુખ મળશે.