ગુજરાત

gujarat

ETV Bharat / city

શું ગીરના સિંહ નવું ઘર શોધી રહયા છે?

જૂનાગઢ: અમરેલીના જસાધારની એક સિંહણ પોતાના બચ્ચાં સાથે 170 કિમી દૂર છેક ચોટીલા આવી છે. જેને લઇને વન વિભાગની 8 ટીમને ખડે પગે રાખવામાં આવી છે.

ગીરના સિંહ પહોંચ્યા ચોટીલા

By

Published : Nov 24, 2019, 12:09 AM IST

માનવી રોજગારી મેળવવા જેવા કારણોને લઇને સ્થળાંતર કરતો હોય છે. પરંતુ જ્યારે ગીરના સાવજના સ્થળાંતરની વાત સાંભળવામાં આવે ત્યારે મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. જેમ કે, શું સિંહ નવા ઘરની શોધ કરી રહ્યા છે? જંગલના રાજાને ખોરાક મળતો નથી? કે પછી ગીરમાં સિંહની પજવણીમાં વધારો થયો છે? આ તમામ પ્રશ્નોની વચ્ચે અમરેલીના જસાધારની એક સિંહણ પોતાના બચ્ચાં સાથે 170 કિમી દૂર છેક ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા આવી છે.

ગીરના સિંહ પહોંચ્યા ચોટીલા

ભૂતકાળમાં સિંહ માત્ર ગીર અભયારણ્યમાં તથા તેના આસપાસના જંગલોમાં જોવા મળતા હતા. પરંતુ સમયની સાથે સાથે સિંહની મનોવૃતિમાં પણ પરિવર્તન જોવા મળ્યું અને તે જ કારણે સિંહે સ્થળાંતર કરવું શરૂં કર્યું. એક સમયે માત્ર ગીર અભયારણ્યમાં જોવા મળતા સિંહે ઘીમે ધીમે અમરેલી, ભાવનગર, બોટાદ, રાજુલા, અને લીલીયા પંથકમાં પોતાની જગ્યા બનાવતા ગયા હતા. અને હવે તો સિહે જાણે પોતાનું નવું ઘર શોધ્યું હોય તે રીતે મા ચામુંડાના શરણે ચોટીલામાં આવવા લાગ્યા છે.

હાલ સિંહ જાણે વેકેશનમાં ખોરાકની શોધમાં બહાર નિકળ્યા હોઇ તેવું લાગી રહ્યું છે. જ્યારે બીજી બાજૂ સિંહના સંવર્ધનમાં મળેલી સફળતાને લઇને વન વિભાગના અધિકારીઓમાં ખુશીને લહેર ફરી વળી છે. સિંહે જ્યારે પોતનું નવું ઘર શોધી લીધું છે. ત્યારે વન વિભાગ દ્વારા તેની દેખરેખ રાખવા માટે 8 ટીમને ખડે પગે રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details