ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના સંકટ વચ્ચે આ યુનિવર્સિટીએ પરીક્ષા પણ લીધી અને ઝડપી પરિણામ પણ આપી દીધાં

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા બીએસસી, આઈટી, એમએ, એલએલબી, બીએડ, એમએ સહિતના નવ પરિણામો પરીક્ષા પૂર્ણ થયાંને ખૂબ જ ટૂંકા સમયમાં જાહેર કરવામાં આવ્યાં. આમ તો પરીક્ષા અને પરિણામની પ્રવૃ્ત્તિ યુનિવર્સિટીઝ માટે ખાસ કહી ન શકાય પરંતુ કોરોના સંકટ વચ્ચે આ પ્રકારની કામગીરીને લઇને યુનિવર્સિટીએ આ કાર્ય સંપન્ન કર્યું છે તે ખાસ છે.

કોરોના સંકટ વચ્ચે આ યુનિવર્સિટીએ પરીક્ષાઓ પણ  લીધી અને ઝડપી પરિણામો પણ આપી દીધાં
કોરોના સંકટ વચ્ચે આ યુનિવર્સિટીએ પરીક્ષાઓ પણ લીધી અને ઝડપી પરિણામો પણ આપી દીધાં

By

Published : Sep 12, 2020, 7:07 PM IST

જૂનાગઢ- ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પાછલા એક મહિનામાં ત્રીજા વર્ષની પરીક્ષાઓ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણ વાઇરસને કારણે રોકી રાખવામાં આવેલી ત્રીજા અને માસ્ટર ડિગ્રીની પરીક્ષાઓ અંતે તમામ સાવચેતીઓ સાથે લેવામાં આવી હતી. જેનું પરિણામ પણ ખૂબ જ ટૂંકા ગાળામાં જાહેર કરી દેવામાં આવ્યું છે.

કોરોના સંકટ વચ્ચે આ યુનિવર્સિટીએ પરીક્ષાઓ પણ લીધી અને ઝડપી પરિણામો પણ આપી દીધાં

પાછલા ઓગસ્ટ- સપ્ટેમ્બર મહિનામાં બીએસસી, આઈટી, એમએ, એલએલબી, બીએડ, એમએ જેવા વિષયોની પરીક્ષાઓ લેવામાં આવી હતી.ત્યારે વિદ્યાર્થીઓને આગળના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે કોઈ અગવડ ન પડે તે માટે બીએસસી, આઈટી, એમ.એ, ફિઝિયોલોજી, pgdca એમએસ, એમએસસી, આઈટી, એમ.એ ગુજરાતી અને સંસ્કૃત તેમ જ એમએડ એમ મળીને કુલ નવ અભ્યાસક્રમોના પરિણામો પાછલાં 11 દિવસમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યાં છે.

કોરોના સંકટ વચ્ચે આ યુનિવર્સિટીએ પરીક્ષાઓ પણ લીધી અને ઝડપી પરિણામો પણ આપી દીધાં

કોરોના સંક્રમણકાળમાં પરીક્ષાઓ લેવી તે પણ મુશ્કેલીભર્યુ કાર્ય લાગતું હતું. પરંતુ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓની સાથે ગણતરીના દિવસોમાં જ પરિણામ પણ આપી દેવામાં આવતા વિદ્યાર્થીઓને અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે સુગમતા કરી છે.

કોરોના સંકટ વચ્ચે આ યુનિવર્સિટીએ પરીક્ષાઓ પણ લીધી અને ઝડપી પરિણામો પણ આપી દીધાં

ABOUT THE AUTHOR

...view details