- કોરોના કાળે ઈ એજ્યુકેશનને બનાવ્યું વધુ વ્યાપક
- એજ્યુકેશન પોલીસી વિદ્યાર્થીઓમાં પણ હવે પસંદગીનું પ્રથમ માધ્યમ
- કોલેજના તમામ અધ્યાપકો ઈ એજ્યુકેશન મારફતે આપે છે શિક્ષણ
કોરોના કાળમાં શરૂ થયેલી ઈ એજ્યુકેશન સિસ્ટમ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની પસંદ - કોરોના સંક્રમણ
કોરોના કાળે ઈ એજ્યુકેશનને વધુ વ્યાપક બનાવ્યું છે. ત્યારે આ નવી વ્યવસ્થાને જૂનાગઢના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ અનુકૂલન સાધી રહ્યા છે. પાછલાં ચાર મહિનાથી ટેકનોલોજીના માધ્યમ દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેને વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેઠા ટેકનોલોજીના માધ્યમથી સમજી રહ્યા છે.
જૂનાગઢ : કોરોના સંક્રમણ કાળમાં પાછલાં કેટલાંક મહિનાથી શાળા અને કોલેજનું શૈક્ષણિક કાર્ય ઈ એજ્યુકેશન મારફતે થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા ચાર મહિનાથી ટેકનોલોજીના માધ્યમ દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેને વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેઠા ટેકનોલોજીના માધ્યમથી સમજી રહ્યા છે. ત્યારે હવે અધ્યાપકોની સાથે વિદ્યાર્થીઓનું પણ સમર્થન મળી રહ્યું છે. આ નવી વ્યવસ્થાને જૂનાગઢના વિદ્યાર્થીઓ હોંશે હોંશે આવકારી રહ્યા છે.
કોરોના સંક્રમણ કાળ અને ઈ એજ્યુકેશન
કોરોના સંક્રમણ કાળમાં છેલ્લા સાતેક મહિનાથી શાળા અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ રાજ્ય સરકારે કર્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ વધુ ન બગડે તે માટે સરકારે ટેકનોલોજીના મારફતે ઇ એજ્યુકેશન પોલિસી અમલમાં મૂકી છે. જ્યાં સુધી કોરોનાનો સંક્રમણ કાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ ટેકનોલોજીના માધ્યમથી તેમનો અભ્યાસ આગળ કરી શકે એવી વ્યવસ્થાઓ ઊભી કરી છે.