અમરેલી: ગ્રામ પંચાયતની ચૂંટણી (Gujarat Gram Panchayat election Result 2021)ની આજે મતગણતરી હાથ ધરાઈ. ચૂંટણીના પરિણામો કેટલાક ઉમેદવારો માટે આશ્ચર્યજનક, હાસ્યાસ્પદ અને શરમજનક પણ આવી શકે છે તેનું ઉદાહરણ અમરેલી જિલ્લા (Gram Panchayat election amreli)ના ખજુરી પીપળીયા ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામો (gram panchayat poll results) પરથી જોવા મળ્યું. વોર્ડ નંબર-2ના ઉમેદવાર કાંતિભાઈ નિરંજનીને મતગણતરીમાં એકપણ મત નહીં મળતા આ પરિણામ તેમના માટે ખુબ જ શરમજનક માનવામાં આવી રહ્યું છે.
કોઇ માટે ઉત્સાહ તો કોઈ માટે શરમજનક રહ્યા ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ
ગ્રામ પંચાયતની ચૂંટણીના આશ્ચર્યજનકની સાથે શરમજનક પરિણામો સામે આવ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી (gram panchayat election vote counting) આજે હાથ ધરવામાં આવી છે. મોટાભાગની પંચાયતોના પરિણામો આવી ચૂક્યા છે, ત્યારે આ પરિણામો ચૂંટણી લડતા ઉમેદવારો માટે આશ્ચર્યજનક, ઉત્સાહપ્રેરક અને કેટલાક કિસ્સામાં શરમજનક પણ સાબિત થઈ રહ્યા છે.
મતગણતરી પૂર્ણ થઈ ગઈ પણ એકપણ વોટ ન મળ્યો
આ કિસ્સો છે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ખજુરી પીપળીયા ગ્રામ પંચાયત (khajuri pipaliya gram panchayat)ના સભ્યની ચૂંટણી લડતા કાંતિભાઈ નિરંજનીનો. વોર્ડ નંબર-2 માંથી કાંતિભાઈ નિરંજનીએ સભ્ય પદ માટેના ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું, જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતપેટીઓ ખુલતા ચૂંટણી લડતા ઉમેદવારોના ખાતામાં ધીમેધીમે મત પણ એકઠા થતા ગયા, પરંતુ મતગણતરી પૂર્ણ થઈ ગઈ અને ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા તેમ છતાં કાંતિભાઈ નિરંજનીને એકપણ મત નહીં મળતા ઉમેદવાર શરમજનક સ્થિતિમાં મુકાયેલા જોવા મળ્યા હતા.