ગુજરાત

gujarat

ETV Bharat / city

Girnar Rope way Closed 2021 : રોપવે બંધ થતાં પગપાળા જતા ભાવિકો મૂકાયા મુશ્કેલીમાં - ગિરનાર ભગવાન દત્તાત્રેય મંદિર

ગિરનાર પર્વત પર અતિ ભારે પવનને ફુંકાતા સવારથી જ રોપ વેને બંધ રખાયો છે (Girnar Rope way Closed 2021). જેના કારણે દર્શનાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયાં હતાં.

Girnar Rope way Closed 2021 : રોપવે બંધ થતાં પગપાળા જતા ભાવિકો મૂકાયા મુશ્કેલીમાં
Girnar Rope way Closed 2021 : રોપવે બંધ થતાં પગપાળા જતા ભાવિકો મૂકાયા મુશ્કેલીમાં

By

Published : Dec 30, 2021, 3:15 PM IST

Updated : Dec 30, 2021, 5:11 PM IST

જૂનાગઢઃ ગઇકાલે રાતના સમયથી જ જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાતથી જ ઠંડા અને ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઇ ચૂકી હતી. આ જ પ્રકારનું વાતાવરણ (Junagadh Weather in December 2021) આજે વહેલી સવારે પણ જોવા મળ્યું હતું. યાત્રિકોની સુરક્ષા અને રોપ-વે ને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેને લઈને અતિ ભારે ફૂંકાતા પવનને કારણે ગિરનાર રોપ વે વહેલી સવારથી જ બંધ (Girnar Rope way Closed 2021) રાખવામાં આવ્યો છે. જે હજુ સુધી શરૂ કરાયો નથી. રોપ વે શરૂ થવાને લઈને જે સુરક્ષા માપદંડો આપવામાં આવ્યા હતાં તે પૈકીના એક સુરક્ષા માપદંડ એટલે કે ગિરનાર પર્વત પર પવનની ગતિ વધે તો રોપ વેનું સંચાલન નહીં થઈ શકે તેને ધ્યાને રાખીને ચાલકોએ રોપ વે વહેલી સવારથી જ બંધ છે.

પગપાળા જતાં ભાવિકોને પણ ભારે પવનથી મુશ્કેલી પડતી હતી

આ પણ વાંચોઃ Udan Khatola Ropeway: જૂનાગઢમાં લોકો લાપરવાહ બની ઉડન ખટોલા રોપવેની સફરે

પવનની ગતિ ખૂબ વધી જતા પગપાળા જતાં ભાવિકોને પણ પડી રહી છે મુશ્કેલીઓ

પવનની ગતિ અતિ તીવ્ર હોવાને કારણે (Junagadh Weather in December 2021) પગપાળા જતાં યાત્રિકોને પણ મુશ્કેલી પડી રહી છે. ગિરનાર પર્વત પર બિરાજતા મા અંબા અને ગુરૂ દત્તાત્રેયના દર્શન કરવા માટે ગિરનાર પર બનાવવામાં આવેલી સીડીઓ પર આજે વહેલી સવારથી જ યાત્રિકો પગપાળા જઈ રહ્યા છે. પરંતુ પગથિયા પર ચાલવા માટે ખૂબ જ મુશ્કેલીનો અનુભવ અતિ ભારે પવનને કારણે પ્રત્યેક ભાવિકો કરી રહ્યા છે. તેમ છતાં ગુરુ દત્તાત્રેય અને મા અંબામાં (Girnar Maa Amba Temple ) અતૂટ શ્રદ્ધા ધરાવતા યાત્રિકો આવી વિપરીત પરિસ્થિતિમાં પણ ગુરુ દત્તાત્રેય શિખર (Girnar Bhagwan Dattatrey Templeઘ તરફ પગપાળા (Girnar Rope way Closed 2021) અગ્રેસર થતા જોવા મળતા હતાં.

ગઈકાલ રાતથી શરૂ થયેલી વાતાવરણની પ્રતિકૂળતા આજે દિવસ દરમિયાન જળવાઈ રહે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા પણ માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગિરનાર રોપ-વે ને 1 વર્ષ પૂર્ણ થતાં વૃદ્ધાશ્રમનાં વડીલોની હાજરીમાં કરાઈ વિશેષ ઉજવણી

Last Updated : Dec 30, 2021, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details