- જૂનાગઢમાં ગિરનાર નેચર સફારીની શરુઆત
- ત્રણ વર્ષથી આ પ્રોજેક્ટ મંજૂરી મળ્યા છતા હતો બંધ
- ઈન્દ્રેશ્વર નાકાથી પાતુરણ થાણા સુધી શરૂ કરાયો સફારીનો રૂટ
- 36 કિમીના આ રૂટ પર સવાર સાંજ બે તબક્કામાં દોડશે જીપ્સી
જૂનાગઢઃ આજથી ત્રણ વર્ષ પહેલા રાજ્ય સરકારે ગિરનાર નેચર સફારી શરૂ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ કોઈ કારણોસર શરૂ કરવામાં આવી ન હતી. ત્યારે 20 તારીખે જૂનાગઢ આવેલા મુખ્ય પ્રધાને ગિરનાર નેચર સફારી શરૂ કરવાને લઈને રાજ્ય સરકારે અંતિમ નિર્ણય કરી લીધો છે તેવી જાહેરાત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને જૂનાગઢ ગિરનાર પર્વતના ઈન્દ્રેશ્વર નાકાથી પાતુરણ થાણા સુધી અંદાજિત 36 કિલોમીટરના રૂટ પર આ સફારી શરૂ કરવામા આવી છે. અહીં આવતા પ્રત્યેક પ્રવાસીને કુદરતનો અહેસાસ થાય એ પ્રકારની ગોઠવણ કરવામાં આવી છે.