ગુજરાત

gujarat

ETV Bharat / city

Girnar Lili Parikrama 2021: લીલી પરિક્રમાનો વહેલી સવારે 4 વાગ્યાથી થયો પ્રારંભ, 8 વાગ્યા સુધી મળ્યો પ્રવેશ - ભવનાથ પરિક્ષેત્રના મહામંડલેશ્વર હરીગિરિ મહારાજ

ગરવા ગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા (Lili Parikrama) આજે કારતક સુદ અગિયારસની મધ્યરાત્રિએ ભવનાથ મંડળના (Bhavnath Mandal) સાધુ સંતોની હાજરીમાં પરિક્રમા પથ પર શ્રીફળવિધિ અર્પણ કરીને વિધિવત્ રીતે પરિક્રમાને ખૂલ્લી મુકવામાં આવી છે. આજે વહેલી સવારે 4 વાગ્યાથી લઈને સવારના 8 વાગ્યા સુધી પરિક્રમાર્થીઓને પરિક્રમા પથ (Parikrama Path) પર જવા દેવાની શરૂઆત કરવામાં આવશે.

Girnar Lili Parikrama 2021: લીલી પરિક્રમાનો વહેલી સવારે 4 વાગ્યાથી થયો પ્રારંભ, 8 વાગ્યા સુધી તબક્કાવાર મળશે પ્રવેશ
Girnar Lili Parikrama 2021: લીલી પરિક્રમાનો વહેલી સવારે 4 વાગ્યાથી થયો પ્રારંભ, 8 વાગ્યા સુધી તબક્કાવાર મળશે પ્રવેશ

By

Published : Nov 15, 2021, 8:45 AM IST

  • કારતક સુદ અગિયારસની અડધી રાત્રે ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો (Lili Parikrama) થયો શુભારંભ
  • વહેલી સવારે 4 વાગ્યાથી પરિક્રમાર્થીઓને જવા દેવાની આપવામાં આવી મંજૂરી
  • કડકડતી ઠંડીમાં 48 કલાક પરિક્રમાર્થીઓ લીલી પરિક્રમાના પ્રારંભની જોઈ રહ્યા હતા રાહ

જૂનાગઢઃ આજે કારતક સુદ અગિયારસના પાવન દિવસથી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો (Girnar Lili Parikrama) પ્રારંભ થયો છે. ત્યારે કડકડતી ઠંડીમાં 48 કલાકથી યાત્રીઓ પરિક્રમા શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે 4 વાગ્યાથી સવારના 8 વાગ્યા દરમિયાન પરિક્રમાર્થીઓના સ્થાને જવા દેવાની મંજૂરી આપવામાં આવશે.

કડકડતી ઠંડીમાં 48 કલાક પરિક્રમાર્થીઓ લીલી પરિક્રમાના પ્રારંભની જોઈ રહ્યા હતા રાહકડકડતી ઠંડીમાં 48 કલાક પરિક્રમાર્થીઓ લીલી પરિક્રમાના પ્રારંભની જોઈ રહ્યા હતા રાહ

આ પણ વાંચો-ધરમપુર બરૂમાળ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલએ લક્ષ્યચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો

ભવનાથના સાધુ-સંતોએ વિધિવત્ રીતે પરિક્રમાનો કરાવ્યો પ્રારંભ

ગરવા ગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા (Girnar Lili Parikrama) આજે વિધિવત રીતે ધાર્મિક પૂજન સાથે શરૂ કરવામાં આવી છે. ભવનાથ તળેટીમાં (Bhavnath Taleti) પરિક્રમા પથ પર શ્રીફળ અર્પણ કરીને વિધિવત્ રીતે પરિક્રમાને શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભવનાથ ક્ષેત્રના સાધુ-સંતોએ હાજર રહીને પરિક્રમાને વિધિવત્ રીતે ખૂલ્લી મૂકી હતી. રાજ્ય સરકાર દ્વારા (State Government) આ વર્ષે પણ પ્રતિકાત્મક પરિક્રમા માત્ર સાધુ સંતોને લઈને આયોજિત કરાઈ હતી. પરિક્રમાર્થીઓના ભારે લાગણીસભર માગને કારણે રાજ્ય સરકારે (State Government) પરિક્રમાને શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે.

કારતક સુદ અગિયારસની અડધી રાત્રે ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો થયો શુભારંભ

આ વખતે જંગલમાં રાતવાસો નહીં થઈ શકે

રાજ્ય સરકારે (State Government) કોરોના સંક્રમણની ગાઈડલાઈન્સને (Covid-19 guidelines) ધ્યાને રાખીને જે નિર્ણય કર્યો છે તે મુજબ વહેલી સવારે ચાર વાગ્યે પરિક્રમા પથ પર પરિક્રમાર્થીઓના 400ની સંખ્યામાં જથ્થાને તબક્કાવાર સવારના 8 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. 8 વાગ્યા પછી પરિક્રમા પથ પર પ્રવેશ આપવાની કામગીરી બંધ રાખવામાં આવશે. વધુમાં આ વર્ષે એક પણ પરિક્રમાથી જંગલમાં રાતવાસો નહીં કરી શકે. સવારના ચાર વાગ્યાથી શરૂ કરીને સાંજના સમયે પ્રત્યેક પરિક્રમાર્થી જંગલ વિસ્તારમાંથી બહાર નીકળવું પડશે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ભવનાથ મંડળના મહામંડલેશ્વર હરીગીરી અને મહંત ઈન્દ્રભારતી માધ્યમો સાથે કરી વાતચીત

સમગ્ર કાર્યક્રમને લઈને ભવનાથ પરિક્ષેત્રના મહામંડલેશ્વર હરીગિરિ મહારાજે (Mahamandleshwar Harigiri Maharaj of Bhavnath Parikshetra) પરિક્રમાને વિધિવત રીતે ખૂલ્લી મૂકી હતી. તેમણે સૌ પરિક્રમાર્થીઓને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, સૌ સુખી સંપન્ન પરિક્રમા પૂર્ણ કરે તેવી ગિરનારી મહારાજ ભવનાથ મહાદેવ અને ગુરુ દત્તાત્રેય પર કૃપા વરસાવે અને કોરોનાનું જે સંક્રમણ છે. તેને દૂર કરવામાં આપણને મદદરૂપ થાય વધુમાં હરીગિરિ મહારાજે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે કોરોના ગાઈડલાઈન્સ (Covid-19 guidelines) આપવામાં આવી છે. તેના પાલન કરવાની પ્રત્યેક પરિક્રમાર્થીઓને વિનંતી કરી હતી.

આ પણ વાંચો-Niramay Gujarat Yojna : jagdish vishwarkama દ્વારા પાટણમાં નિરામય ગુજરાત યોજના પ્રારંભ કરાવાઈ

આ વખતે પરિક્રમા પથ પર વિશેષ વ્યવસ્થા નથી

મહંત ઈન્દ્રભારતી (Mahant Indrabharti)એ પણ પરિક્રમાને લઈને સૌ પરિક્રમાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોનાને કારણે જંગલ વિસ્તારમાં પરિક્રમા પથ (Parikrama Path) પર કોઈ વિશેષ વ્યવસ્થા થઈ શકી નથી. સાધુ-સંતો દ્વારા જે ભોજન પ્રસાદની વ્યવસ્થા (Arrangement of food offerings) થઈ શકશે. તે મુજબ પ્રત્યેક પરિક્રમાર્થીઓને ભોજન અને પ્રસાદ પહોંચાડવાની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. કોઈ પણ ભાવિકોને પરિક્રમા દરમિયાન મુશ્કેલી પડે તો આ વખતે પૂરતું આયોજન નથી થયું. તેને લઈને સૌ ભાવિકો સાધુ-સંતોને વિનમ્રતા સાથે માફી આપવાની વાત પણ ઇન્દ્રભારતી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details