ગુજરાત

gujarat

ETV Bharat / city

girnar ascending descending event 2022: રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા કોરોનાના કારણે મુલતવી

રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા કોરોના સંક્રમણને કારણે મુલતવી (girnar ascending descending event 2022) રાખવામાં આવી છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા લીલીઝંડી મળ્યા બાદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

girnar ascending descending event 2022: રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા કોરોનાના કારણે મુલતવી
girnar ascending descending event 2022: રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા કોરોનાના કારણે મુલતવી

By

Published : Jan 28, 2022, 5:29 PM IST

જુનાગઢ: રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાકોરોના સંક્રમણને કારણે મુલતવી (girnar ascending descending event 2022) રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુવા વિકાસ અને રમત ગમત વિભાગ દ્વારા આયોજીત થતી આ સ્પર્ધામાં રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધાના 35 વિજેતાની સાથે દેશના અન્ય રાજ્યોમાંથી આવતા સ્પર્ધકોને આ સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવતી હોય છે.

રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા કોરોનાના કારણે મુલતવી

આ પણ વાંચો:Girnar Ascending Descending Competition: ગિરનાર સ્પર્ધામાં આ વર્ષે જુનિયર ભાઇઓ અને બહેનોમાં મળ્યા નવા વિજેતા

કોરોના સંક્રમણને કારણે સ્પર્ધા હાલ પૂરતી મુલતવી

કોરોના સંક્રમણને કારણે સિનિયર અને જુનિયર ભાઈઓ તેમજ બહેનોના 4 અલગ અલગ વિભાગમાં 600 જેટલા સ્પર્ધકોને સમાવવાની તૈયારી કરવામાં આવી હતી, જે પૈકીના 500 સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લેવા માટે પોતાનું રજિસ્ટ્રેશન પણ પૂર્ણ કરી દીધું હતું, ત્યારે કોરોના સંક્રમણને કારણે સ્પર્ધાને હાલ પૂરતી મુલતવી (postponed due to corona)રાખવામાં આવી છે, જેનું આયોજન આગામી 6 ફેબ્રુઆરી અને રવિવારના દિવસે કરાયું હતું.

આ પણ વાંચો:કોરોનાની અસરઃ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે યોજાતી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા રદ

35 વિજેતાઓને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં સીધો પ્રવેશ

જાન્યુઆરી માસમાં આયોજિત થતી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં સિનિયર જુનિયર ભાઈઓ અને બહેનોની સ્પર્ધાના માત્ર 35 વિજેતાઓને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં સીધો પ્રવેશ આપવામાં આવે છે, આ સિવાય બાકીના સ્પર્ધકો દેશના અન્ય રાજ્યોમાંથી રજીસ્ટ્રેશન કરાવીને સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. મહિલા વિભાગમાં ગિરનાર સ્પર્ધાના પ્રથમ 25 વિજેતાઓની સાથે ઇડરની સ્પર્ધામાં વિજેતા બનેલા 10 જેટલા વિજેતા સ્પર્ધકોને મળીને કુલ 35 જેટલા મહિલા સિનિયર અને જુનિયર કક્ષાના ખેલાડીઓને સીધો પ્રવેશ આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details