ગુજરાત

gujarat

ETV Bharat / city

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં વનવિભાગની સ્પષ્ટતા, કહ્યું-વીડિયો આફ્રિકાનો છે

ગત 2 દિવસથી કેટલાક સિંહો નદી કાંઠે આવીને પાણી પીતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં વાયરલ થઇ રહ્યો છે. જેને લઇને જૂનાગઢ વન વિભાગે સ્પષ્ટતા કરી છે. વન વિભાગે જણાવ્યું કે, આ વીડિયો ગીરનો નહીં પરંતુ આફ્રિકાના કોઈ વિસ્તારનો છે.

ETV BHARAT
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં વનવિભાગની સ્પષ્ટતા, કહ્યું-વીડિયો આફ્રિકાનો છે

By

Published : Jul 13, 2020, 9:56 PM IST

જૂનાગઢઃ ગત 2 દિવસથી અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક સિંહો નદી કાંઠે આવીને કતારબંધ બેસી પાણી પીઈ રહ્યા છે. આ વીડિયો લોકોની વાહવાહી મેળવી રહ્યો છે. જેથી સોમવારે વન વિભાગે સ્પષ્ટતા કરી છે. જેમાં તેમણે વીડિયો આફ્રિકાનો જણાવ્યો છે.

વન વિભાગનું ટ્વીટ

વીડિયોમાં સિંહો અને આસપાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તે આફ્રિકાના કોઈ વિસ્તારમાં હોવાનું વન વિભાગ માની રહ્યું છે. આ વીડિયોમાં જોવા મળતા સિંહો આફ્રિકા તરફના હોવાનું જણાઈ આવે છે. કારણ કે, આ સિંહો એશિયાઈ સિંહો કરતાં અલગ જોવા મળે છે.

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં વનવિભાગની સ્પષ્ટતા, કહ્યું-વીડિયો આફ્રિકાનો છે

ABOUT THE AUTHOR

...view details