ગુજરાત

gujarat

ETV Bharat / city

Fire Safety: જૂનાગઢમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી 74 શાળા પાસે શિક્ષણ વિભાગે ખૂલાસો માગ્યો - શાળાઓ પાસે ખૂલાસો મગાયો

રાજ્યમાં અવારનવાર આગના બનાવ બનતા હવે જૂનાગઢમાં શિક્ષણ વિભાગ (Junagadh Education Department) હવે આકરું બન્યું છે. શિક્ષણ વિભાગે (Department of Education) ફાયર NOCને લઈને હવે 74 જેટલી શાળાઓને નોટિસ પાઠવી છે. જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી (Junagadh District Education Officer) હેઠળ આવતી શહેરની 1,500 કરતા વધુ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા (Primary secondary and higher secondary school)ઓને ફાયર સેફટી ઉભી કરવાને લઈને અવાર નવાર તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં શહેર અને જિલ્લાની 74 જેટલી શાળાઓએ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન (Violation of fire safety rules) કર્યું હતું, જેને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગે તમામ શાળાઓને નોટિસ ફટકારીને આગામી દિવસોમાં ખૂલાસો માગ્યો છે.

Fire Safety: જૂનાગઢમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી 74 શાળા પાસે શિક્ષણ વિભાગે ખૂલાસો માગ્યો
Fire Safety: જૂનાગઢમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી 74 શાળા પાસે શિક્ષણ વિભાગે ખૂલાસો માગ્યો

By

Published : Jul 1, 2021, 5:07 PM IST

  • ફાયર NOCને લઈને જૂનાગઢના શિક્ષણ વિભાગે (Junagadh Education Department) કરી લાલ આંખ
  • જૂનાગઢ શહેર અને જિલ્લાની મળીને કુલ 74 શાળાઓને આપી કારણદર્શક નોટિસ (Causal notice)
  • આગામી દિવસોમાં ફાયર સેફ્ટી ઉભી નહીં કરાયો તો શાળાની માન્યતા રદ કરવા શિક્ષણ વિભાગ (Education Department)ની ચીમકી

જૂનાગઢઃ રાજ્યમાં આગની ઘટના વધી રહી છે ત્યારે જૂનાગઢમાં શાળાઓમાં આગની ઘટના ન બને અને જો બને તો તેની સામે યોગ્ય પગલાં લેવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. હવે શિક્ષણ વિભાગે (Education Department) ફાયર સેફ્ટી (Fire Safety) ન ધરાવતી શાળાઓ સામે લાલ આંખ કરી છે. ફાયર સેફ્ટી (Fire Safety)ને લઈને શિક્ષણ વિભાગ (Education Department) અને રાજ્યની વડી અદાલત દ્વારા જાહેર કરાયેલા દિશા-નિર્દેશોનો ઉલ્લંઘન કરનારી જૂનાગઢ શહેર અને જિલ્લાની 74 જેટલી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને (Primary secondary and higher secondary school) તાકીદે ફાયર સેફ્ટી (Fire Safety)ની સુવિધાઓ ઉભી કરવા તાકીદ કરી છે. નોટિસ અપાયેલી શાળા આગામી દિવસોમાં ફાયર સેફ્ટી (Fire Safety)ને લઈને જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં તમામ શાળાઓને માન્યતા રદ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે. તેવી જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગે ચિમકી આપી છે. જેને લઈને જે શાળા સંચાલકો ફાયર સેફ્ટીને લઈને યોગ્ય પ્રતિભાવો આપતા નથી તેવા સંચાલકોમાં હવે હડકંપ મચ્યો છે.

આગામી દિવસોમાં ફાયર સેફ્ટી ઉભી નહીં કરાયો તો શાળાની માન્યતા રદ કરવા શિક્ષણ વિભાગની ચીમકી

આ પણ વાંચોઃઅમદાવાદમાં આવેલી 10,329 ઈમારતોમાંથી 4784 ઈમારતો પાસે ફાયર સેફ્ટી જ નથી

શિક્ષણ વિભાગે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને ફટકારી નોટિસ

જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગે (Junagadh Education Department) શહેર અને જિલ્લાની 45 પ્રાથમિક શાળાઓ અને 29 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને (Primary secondary and higher secondary school) ફાયર સેફ્ટી (fire safety)ની સુવિધા ન રાખવાને કારણે નોટિસ ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની વડી અદાલત પણ શાળામાં ફાયરસેફ્ટી (fire safety)ની સુવિધાને લઈને ખૂબ જ આકરી બની રહી છે. કેટલાક કિસ્સાઓમાં શાળામાં આગની ઘટના બાદ બાળકો જીવતા ભૂંજાઈ ગયાની પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ પરિસ્થિતિમાં હજી પણ શાળા સંચાલકો ફાયર સેફ્ટી જેવી મહત્ત્વની બાબતને લઈને આંખઆડા કાન કરી રહ્યા છે, જેના વિરુદ્ધ જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગ પણ આકરું બની રહ્યો છે

આ પણ વાંચોઃઅપૂરતા Fire Safety સંસાધનો હોવાથી Surat Fire Department દ્વારા 18 હોસ્પિટલ્સ સીલ કરાઈ

રાજ્યના શિક્ષણ વિભાગ અને જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ વચ્ચે વીડિયો કોન્ફરન્સથી થાય છે બેઠક

ફાયર સેફ્ટીના મુદ્દાને લઈને રાજ્યના શિક્ષણ વિભાગ (State Department of Education)ના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષણ અધિકારીઓ વચ્ચે મહિનામાં એક વખત ફાયર સેફટીને લઈને આ બેઠક સતત થતી આવે છે, જેમાં ફાયર સેફ્ટી (Fire Safety)ના કાયદાનું અનુકરણ અને અમલવારીને લઈને ચર્ચાઓ થતી હોય છે. આ વીડિયો કોન્ફરન્સ (Video conference)માં ફાયર સેફ્ટીને લઈને જે શાળા સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે. તેના વિરુદ્ધ પણ શિક્ષણ વિભાગને જાણકારી આપવામાં આવે છે ત્યારબાદ જવાબદાર શિક્ષણ સંસ્થાના સંચાલકો વિરૂદ્ધ રાજ્ય અને જિલ્લાનો શિક્ષણ વિભાગ આકરી કાર્યવાહી પણ કરી રહ્યો છે, જેના પ્રથમ તબક્કામાં જૂનાગઢ શહેર અને જિલ્લાની 74 જેટલી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ફાયર સેફ્ટી નહિ ધરાવવાના કારણે નોટિસો ફટકારવામાં આવીને તેમના ખુલાસા પૂછવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details