- ખેડૂતોએ સરકાર પાસે કરી માંગ
- શિયાળુ પાકની ખરીદીને લઇને કોઇ વિશેષ વ્યવસ્થા ઉભી કરે
- આગામી ચોમાસું પાકોને લઈને ખેડૂતો મૂંઝવણમાં
જૂનાગઢ: સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે થઈ રહેલી ઘઉંની ખરીદી આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમજ જૂનાગઢ સહિત મોટાભાગની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં પણ તમામ પ્રકારનું કામકાજ આગામી 30 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય જેતે માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા કરવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં હવે જગતના તાત શિયાળુ પાકોની વહેંચણીને લઇને ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે.
શિયાળુ પાકની ખરીદીને લઇને કોઇ વિશેષ વ્યવસ્થા ઉભી કરે આ પણ વાંચો: રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં નવી આવક પર રોક
ચોમાસું પાકના વાવેતર માટે શિયાળુ પાકની વહેંચણી ખૂબ જ મહત્વની ખેડૂતો માટે બની રહે છે
જૂનાગઢ જિલ્લાનો ખેડૂત અવકાશી ખેતી પર મોટે ભાગે આશ્રિત જોવા મળે છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીના સંગ્રહને કારણે જગતનો તાત શિયાળુ પાકો લઈ શકે છે. જે આવક થાય છે, તેના પર ફરી પાછી ચોમાસું પાકોની ખેતી અને તેનું આયોજન નિર્ભર બનતું હોય છે. જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો અહીં 70 ટકા કરતા વધું ખેડૂતો અવકાશી ખેતી એટલે કે વરસાદ આધારીત ખેતી પર વર્ષોથી નિર્ભર બની રહ્યા છે. પાણીની વિકટ સમસ્યા અને જમીનના તળ નીચે ઉતરી જવાને કારણે વિકટ પરિસ્થિતિ જૂનાગઢ જિલ્લાના 70 ટકા કરતાં વધુ ખેડૂતો ભોગવી રહ્યા છે.
આગામી ચોમાસું પાકોને લઈને ખેડૂતો મૂંઝવણમાં આ પણ વાંચો: ચોમાસું પાકમાં થયેલી ખોટ શિયાળુ પાક સરભર કરી આપે તેમ હોવાથી ખેડૂતો ખુશ
શિયાળુ પાકોની વહેંચણી હજુ 30 તારીખ સુધી બંધ જોવા મળશે
શિયાળુ પાકોની વહેંચણી જે આવક થાય છે, તેના પર જૂનાગઢ જિલ્લાના ખેડૂતો ચોમાસું પાકોના વાવેતર અને તેના આયોજન પર નિર્ભર બનતો રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણને કારણે શિયાળુ પાકોની વહેંચણી હજુ 30 તારીખ સુધી બંધ જોવા મળશે. ત્યારબાદ પણ શરૂ થાય તેવી એક પણ શક્યતાઓ જોવા મળતી નથી. આવી પરિસ્થિતિમાં ખેડૂતો ચોમાસું પાકોના આગવા આયોજન અને વાવેતરને લઈને ખૂબ જ મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે અને સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે, સરકાર કોઇ આગવું અને વિશેષ આયોજન કરીને શિયાળુ પાકોની ખરીદી ખેડૂતો પાસેથી કરે તેવી માંગ કરી રહ્યા છે.