ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢઃ મગફળી રિજેક્ટ થતા કેશોદ માર્કેટયાર્ડ ખાતે ખેડૂતોનો હલ્લાબોલ - Keshod Marketing Yard

કેશોદમાં મગફળી ખરીદી કરવા માટે 300 જેટલા ખેડૂતોને બોલાવાયા હતા. પરંતુ આમાંથી 75 ટકા જેટલા ખેડૂતોની મગફળી રિજેક્ટ થતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.

મગફળી રીજેકટ
મગફળી રીજેકટ

By

Published : Nov 3, 2020, 4:18 PM IST

  • સાેમવારે 300 ખેડૂતાેને મગફળી વેચવા માટે બાેલાવાયા
  • સેમ્પલ રિજેક્ટ થાય છે તેવો ખેડૂતોનો આક્ષેપ
  • સોમનાથ ફોરટ્રેક હાઇવે બંધ થતાં ટ્રાફિક જામના દર્શ્યો


જૂનાગઢ : કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જૂનાગઢ સોમનાથ ફોરટ્રેક હાઇવે બંધ થતાં ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા હતા. કેશોદ માર્કેટીંગ યાર્ડ ખાતે દરરોજ 300 જેટલા ખેડૂતોને મગફળી વેચવા વારામાં બોલાવી રહ્યા છે. દરરોજ 300 જેટલા ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે છે. સાેમવારે 300 ખેડૂતોને બાેલાવવામાં આવતા માેટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા, પરંતુ મગફળી રિજેકટ કરતાં ખેડૂતો વિફર્યા હતા.

રસ્તો બંધ કરતા ટ્રાફિક જામના દર્શ્યો

પ્રથમ સાત સેમ્પલ મગફળીના લેવામાં આવ્યા હતા. જેમાંથી 6 સેમ્પલ રિજેક્ટ કરતાં ખેડૂતોએ પ્રથમ યાર્ડના અધિકારીઓને ફરિયાદ કરી હતી. પરંતુ આ બાબતે કોઈ નિવારણ ન આવતા ખેડૂતો વિફર્યા હતા. જૂનાગઢ સોમનાથ ફોરટ્રેક હાઇવે ઉપર પોતાના મગફળી ભરેલા ટ્રેકટરો રાખીને રસ્તો બંધ કરતા ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા હતા.

ખેડૂતોની મગફળી રીજેક્ટ

ઘટના સ્થળે પોલીસ દોડી આવી ખેડૂતોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. હાલ બહારના ખાનગી વેપારીઓ મગફળીનો ભાવ ગગડી ગયો હોવાથી ખરીદી બંધ કરતા ખેડૂતોને ફરજિયાત માર્કેટીંગ યાર્ડ ખાતે દેવાનો વારો આવ્યો છે. યાર્ડ ખાતે ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવતાં ખેડૂતો ‘જાએ તો કહાં જાએ’ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

ABOUT THE AUTHOR

...view details