ગુજરાત

gujarat

ETV Bharat / city

ચોમાસુ પાકમાં થયેલી ખોટ શિયાળુ પાક સરભર કરી આપે તેમ હોવાથી ખેડૂતો ખુશ

ગત વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન અતિભારે વરસાદ તેમજ મગફળી અને કપાસમાં જોવા મળેલા જીવાતના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુક્સાન સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે આ વર્ષે શિયાળુ પાક ખૂબ સારો જણાતા જગતના તાતને ચોમાસુ પાકમાં જે નુકસાની થઈ હતી હતી, તેનું વળતર હવે શિયાળુ પાક આપી રહ્યો હોવાની ભિતી સેવાઈ રહી છે. જેના કારણે ખેડૂતોમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે.

By

Published : Mar 22, 2021, 7:25 PM IST

ચોમાસુ પાકમાં થયેલી ખોટ શિયાળુ પાક સરભર કરી આપે તેમ હોવાથી ખેડૂતો ખુશ
ચોમાસુ પાકમાં થયેલી ખોટ શિયાળુ પાક સરભર કરી આપે તેમ હોવાથી ખેડૂતો ખુશ

  • ચોમાસા દરમિયાન અતિભારે વરસાદને કારણે ખેડૂતોને થયુ હતુ નુક્સાન
  • શિયાળુ પાકોમાં ઘઉ ધાણા તુવેર અને કઠોળનો પાક થયો હતો નિષ્ફળ
  • ચોમાસુ પાકમાં થયેલી નુક્સાનીનું વળતર શિયાળુ પાક કરાવી આપશે

જૂનાગઢ: ચોમાસા દરમિયાન જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે મગફળી, કપાસ સહિત અન્ય ચોમાસુ પાકો નષ્ટ થયા હતા. ચોમાસા બાદ રોગ અને જીવાતનો ઉપદ્રવ વધતા ચોમાસુ પાકોનું ઉત્પાદન પણ ખૂબ ઓછું નોંધાયું હતું અને ખેડૂતોને ચોમાસુ પાકના ઉત્પાદન ખર્ચ કરતાં પણ અડધી ઉપજ થઈ હતી. ત્યારે પારાવાર નુક્સાનીનો સામનો કરી રહેલા ખેડૂતો ભારે ચિંતામાં હતા. જોકે, શિયાળુ પાકનું સારુ ચિત્ર જોઈને જગતના તાતમાં હવે નવી આશાનો સંચાર થઇ રહ્યો છે.

ચોમાસુ પાકમાં થયેલી ખોટ શિયાળુ પાક સરભર કરી આપે તેમ હોવાથી ખેડૂતો ખુશ
શિયાળુ પાકના મબલખ ઉત્પાદનનો અંદાજઆ વર્ષે શિયાળુ પાકમાં જૂનાગઢ જિલ્લામાં ઘઉં, ચણા, ધાણા, જીરુ સહિતના મોટાભાગના પાકોની ખેતી કરવામાં આવી હતી. જેમાં આ વર્ષે ખૂબ મોટું અને સારું ઉત્પાદન આવવાની શક્યતાઓ પણ છે. વધુમાં શિયાળા દરમિયાન રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ ખૂબ મર્યાદિત હોવાને કારણે શિયાળુ પાકનું ઉત્પાદન મબલખ થશે. જેને લઇને જગતના તાતમાં હવે ખુશી જોવા મળી રહી છે. જે નુક્સાન ચોમાસુ પાકમાં ખેડૂતોને થયું હતું. તેની ભરપાઈ હવે શિયાળુ પાક કરવા જઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details