- બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવ્યા
- વાવથી 84 કી.મી દૂર ભૂકંપના આંચકા
- ભૂકંપનું એ.પી સેન્ટર રાજસ્થાનનું બાડમેર બન્યું
- ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે ગુરુવારે ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રાજસ્થાનમાં ભૂકંપનો આંચકો આવતાં તેની સીધી અસર બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં (Earthquake shakes Banaskantha) પણ જોવા મળી હતી. જેમાં વાવથી 84 કિલોમીટર દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
બનાસકાંઠા જિલ્લાના વાવ પાસે અનુભવાયા ભૂકંપના આંચકા આ પણ વાંચો: ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક મકાનમાં છત પડવાથી 3 લોકોના મોત
રાજસ્થાન ભૂકંપનું એપી સેન્ટર
રાજસ્થાનમાં આવેલા ભૂકંપના આંચકાથી બનાસકાંઠા સરહદી વિસ્તારોમાં પણ ધરતી ધ્રુજતી હતી. જિલ્લાના વાવથી 84 કિમી દૂર રાજસ્થાનનું બાડમેર ભૂકંપનું એપી સેન્ટર બન્યું હતું. જેની અસર બનાસકાંઠા જિલ્લાના વાવના અનેક ગામમાં જોવા મળી હતી. જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકોએ પણ સરહદી વિસ્તારમાં ભૂકંપના આંચકા (Earthquake shakes Banaskantha) અનુભવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના વાવ પાસે અનુભવાયા ભૂકંપના આંચકા આ પણ વાંચો: બનાસકાંઠામાં ભૂકંપ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાતા પાલનપુર સહિતનાં વિસ્તારોમાં પણ અનુભવાયા હલકા આંચકા
ભૂકંપમાં હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી: સંજય ચૌહાણ
આ અંગે પાલનપુર ડિઝાસ્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટના DPO સંજય ચૌહાણ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં આવેલા ભૂકંપના આંચકાથી બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પણ ન જેવા ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ ભૂકંપમાં હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી.
બનાસકાંઠા જિલ્લાના વાવ પાસે અનુભવાયા ભૂકંપના આંચકા