જૂનાગઢ - પાછલા કેટલાક સમયથી તબીબો તેમની વિવિધ પડતર માંગણીઓને લઇને હડતાળ (Doctor Strike In Gujarat )પર ઉતરી ગયા છે. જેમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલના(junagadh civil hospital ) તબીબો (Junagadh doctor strike)પણ સામેલ થયા છે ને રાજ્યવ્યાપી હડતાળમાં સામેલ થઈને પોતાની માંગો પ્રત્યે સરકાર સહાનુભૂતિપૂર્વકનું વર્તન કરે તેની માંગ કરવામાં આવી રહી છે.
લોકોની મુશ્કેલી જાણવા પ્રયાસ- આજે હડતાળના કેટલાક દિવસો બાદ ઈ ટીવી ભારતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં (junagadh civil hospital )તબીબી સવલતો મેળવવાને લઈને આવનાર પ્રત્યેક દર્દીને કોઇ મુશ્કેલી કે હાડમારીનો સામનો તબીબોની હડતાળને લઈને કરવો પડી રહ્યો છે કે નહીં તેની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તબીબોની હડતાળની(Doctor Strike In Gujarat ) વચ્ચે પણ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં (Junagadh doctor strike)તબીબી સવલતો મેળવવા માટે આવનાર દર્દીને હજુ સુધી કોઈ મુશ્કેલી પડી હોય તેવો કિસ્સો જોવા મળ્યો ન હતો.
સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યું છે રાબેતા મુજબનું કામ - જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મોટાભાગના તબીબો પડતર માંગણીઓને લઇને હડતાળમાં (Doctor Strike In Gujarat )જોડાયા છે પરંતુ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં (junagadh civil hospital )દર્દીઓને મુશ્કેલી (Junagadh doctor strike)પડતી હોય તેવું સામે આવ્યું નથી. દૈનિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં તબીબી સુવિધાઓ અને સવલતો મેળવવા માટે આવતા દર્દીઓને મેડિકલ કોલેજના ઇન્ટર્નલ તબીબો મેડિકલ સુવિધાઓ આપી રહ્યા છે. ઓપીડી સહિત ઇમર્જન્સી અને તાત્કાલિક સેવાઓ પણ રાબેતા મુજબ જોવા મળી રહી છે.