ગુજરાત

gujarat

By

Published : Jun 8, 2022, 8:49 AM IST

Updated : Jun 8, 2022, 9:08 AM IST

ETV Bharat / city

જૂનાગઢના તળાવમાં બંને શિકારી આવ્યા સામસામે, દુર્લભ દ્રશ્યો કેમેરામાં થયા કેદ

જૂનાગઢમાં આવેલા તળાવ પર મગર અને બગલો સામસામે (Crocodiles and herons face to face) જોવા મળ્યા હતા. મગર શિકારની શોધમાં અહીં આવી પહોંચ્યો હતો. જીવસૃષ્ટિમાં આવા દુર્લભ દ્રશ્ય કેમેરામાં કેદ (Rare view of the ecosystem) થઈ ગયા હતા.

જૂનાગઢના તળાવમાં બંને શિકારી આવ્યા સામસામે, દુર્લભ દ્રશ્યો કેમેરામાં થયા કેદ
જૂનાગઢના તળાવમાં બંને શિકારી આવ્યા સામસામે, દુર્લભ દ્રશ્યો કેમેરામાં થયા કેદ

જૂનાગઢઃ શહેરમાં આવેલા તળાવ પર શિકારની શોધમાં આવેલા મગર અને બગલાનો સામનો થયો (Crocodiles and herons face to face) હતો. બંને શિકારી શિકારની શોધમાં હતા, પરંતુ શિકારી બનીને આવેલો બગલો ખૂદ મગરનો શિકાર ન બની જાય તેને લઈને ખૂબ સચેત જોવા મળ્યો હતો. તો વન્ય જીવસૃષ્ટિમા જોવા મળતા આવા દુર્લભ દ્રશ્ય (Rare view of the ecosystem) કેમેરામાં કેદ થયા. બંને શિકારી શિકારની શોધમાં એકમેકની આંખોમાં આંખો મેળવીને જાણે કે, એકબીજાથી ખૂબ સતેજ છે તેવો ભાવ દર્શાવીને તળાવ કિનારે જોવા મળ્યા હતા.

શિકાર અને શિકારી ની આંખોમાં આંખો નાખીને થઈ વાત

શિકાર અને શિકારી ની આંખોમાં આંખો નાખીને થઈ વાત -શિકાર અને શિકારીની નજર એકબીજા પર ચોક્કસ જોવા મળી રહી છે. આ દ્રશ્યો (Rare view of the ecosystem) છે. જૂનાગઢ નજીક આવેલા બલિયાવડ ગામના. અહીં તળાવના કિનારે મગર શિકારની શોધમાં ચોક્કસ નજર જમાવીને (Crocodiles and herons face to face) બેઠો છે. બીજી તરફ બગલો પણ શિકારી તરફ ચોક્કસ નજર રાખીને શિકારીની તમામ ગતિવિધિઓને ખૂબ જ ઝિણવટપૂર્વક નિરીક્ષણ કરતો હોય તે પ્રકારનો વીડિયો કેમેરામાં કેદ થયો છે.

આ પણ વાંચો-Mp Tiger viral video: વાઘ દ્વારા પોતાનાથી બમણા વજનના સાબરનો લાઈવ શિકાર, જુઓ વીડિયો..

શિકાર કરવાની તક ન મળી - સામાન્ય રીતે શિકાર અને શિકારી એકબીજાની નજીક પહોંચી જાય. ત્યારે શિકાર બચવા માટે અને શિકારી મારવા માટે સતત પ્રયત્નશીલ હોય છે, પરંતુ આ વીડિયોમાં શિકાર ચોક્કસ સાબિત થયો. આના કારણે શિકારીને શિકાર કરવાની તક ન આપીને શિકાર બગલાએ શિકારની શોધમાં ફરતા મગરને શિકાર કર્યા વગર પરત તળાવમાં જવાની ફરજ પાડી હતી.

આ પણ વાંચો-દિપડાએ ગણતરીની સેકંડોમાં શિકાર કરી લીધો, જૂઓ વિડિયો

શિકાર અને શિકારીનો એકબીજા સામે સામનો -સામાન્ય રીતે આ પ્રકારના દ્રશ્યો (Rare view of the ecosystem) જંગલમાં બિલકુલ સામાન્ય (Rare view of the ecosystem) બનતા હોય છે. હાલ ઉનાળાનો સમય પૂરો થવાનો છે. આવા સમયે તળાવમાં પાણીનો જથ્થો ખૂબ મર્યાદિત થતો હોય છે. આના કારણે પાણીમાં રહેતી માછલીઓ કે, જેના પર મગર ખોરાક માટે આશ્રિત હોય છે. તેવી માછલીઓની સંખ્યા પણ તળાવમાં ઘટી હશે. આથી મગર તળાવની બહાર નીકળીને શિકારની શોધ માટે રાહ જોતો હશે, પરંતુ અહીં બેઠેલો બગલો પણ ખૂબ ચોક્કસ જોવા મળ્યો. શિકારી બિલકુલ નજીક હોવા છતાં જરાપણ વિચલિત થયા વગર બગલા ભાઈ શિકારીની તમામ ગતિવિધિ અને હિલચાલ પર નજર જમાવીને બેઠો હતો.

બંને શિકારી ખોરાકની શોધમાં - બગલો પણ તળાવમાં જોવા મળતી નાનીનાની માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બંને શિકારી શિકારની શોધમાં તળાવ નજીક સામસામે (Crocodiles and herons face to face) પહોંચી ગયા, પરંતુ માછલીના શિકાર માટે આવેલો બગલો મગરનો શિકાર ન બની જાય. તેને લઈને તે ખૂબ જ સતેજ જોવા મળ્યો અને સમય રહેતા બગલો ઊડીને દૂર જતો રહ્યો. આના કારણે મગર પણ પડી પાણીમાં જઈને માછલીઓના ખોરાકની તલાશમાં લાગી ગયો હશે.

Last Updated : Jun 8, 2022, 9:08 AM IST

ABOUT THE AUTHOR

...view details