ગુજરાત

gujarat

ETV Bharat / city

આરોગ્ય વિભાગ દ્વારા ભવનાથમાં ઉભું કરાયું કોરોના ટેસ્ટિંગ સેન્ટર, તપાસ શરૂ કરાઈ

ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો કોરોના સંક્રમણને કારણે રદ કરાયો છે પરંતુ આ મેળાને ધાર્મિક વિધિ અને પૂજન સાથે શરૂ રાખવામાં આવ્યો છે, ત્યારે ભવનાથ આવતા સાધુ સંતોના સેવકો અને મંદિરના કર્મચારીઓ સહિત તમામ લોકો માટે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

આરોગ્ય વિભાગ
આરોગ્ય વિભાગ

By

Published : Mar 9, 2021, 2:02 PM IST

  • ભવનાથમાં પ્રવેશ કરતા પ્રત્યેક વ્યક્તિની આરોગ્ય કર્મચારીઓ કરી રહ્યા છે તપાસ
  • 48 કલાક બાદ એક પણ કોરોના પોઝિટિવ ટેસ્ટ તપાસમાં આવ્યું નથી બહાર
  • વિનામૂલ્યે કરવામાં આવી રહ્યો છે કોરોનાનો ટેસ્ટ

જૂનાગઢઃ ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો કોરોના સંક્રમણને કારણે રદ કરાયો છે પરંતુ આ મેળાને ધાર્મિક વિધિ અને પૂજન સાથે શરૂ રાખવામાં આવ્યો છે, ત્યારે ભવનાથ આવતા સાધુ સંતોના સેવકો અને મંદિરના કર્મચારીઓ સહિત તમામ લોકો માટે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

આરોગ્ય વિભાગ

ભવનાથમાં ટેસ્ટિંગ કેમ્પ શરૂ

ગિરિ તળેટીમાં આદિ અનાદિ કાળથી મહાશિવરાત્રીનો પાંચ દિવસનો ધાર્મિક મેળો આયોજિત થતો આવ્યો છે પરંતુ આ વર્ષે કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને મેળો તમામ પ્રવાસીઓ શિવ ભક્તો અને યાત્રિકો માટે પ્રવેશબંધી રાખવામાં આવી છે. મંદિર અખાડા અને અન્ય જગ્યા પર કામ કરતા સેવકો માટે મર્યાદિત સંખ્યામાં મેળામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ભવનાથ તરફ જતા તેમજ મંજૂરી મેળવેલા પ્રત્યેક વ્યક્તિની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગ

આપણ વાંચોઃઅમદાવાદ: કેસ વધતા અનેક સેન્ટરમાં કોરોના ટેસ્ટિંગ ડોમમાં લોકોની ભીડ ઉમટી

આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ

આરોગ્ય વિભાગ દ્વારા ભવનાથના પ્રવેશદ્વાર સમા સોનાપુરી વિસ્તારમાં શનિવારથી ટેસ્ટિંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્ય આગામી 12મી માર્ચ સુધી શરૂ રહેશે. અહીંથી પસાર થતી પ્રત્યેક વ્યક્તિઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી રહ્યી છે. શંકાસ્પદ જણાતા પ્રત્યેક વ્યક્તિની આરટીપીસીઆર ટેસ્ટ વિનામૂલ્યે કરીને તેઓ કોરોના સંક્રમિત છે કે, નહીં તેની સંપૂર્ણ ખાત્રી કર્યા બાદ જ તમામને ભવનાથ વિસ્તારમાં જવા દેવાની મંજૂરી આપવામાં આવે છે. કોરોના ટેસ્ટિંગ સેન્ટર શરૂ થયાને 48 કલાક જેટલો સમય શરૂ થયો છે. જેમાં હજુ સુધી એક પણ કોરોના સંક્રમિત કેસ બહાર આવ્યો નથી. જે આરોગ્ય અને જિલ્લા વહીવટી તંત્ર માટે આવકારદાયક માનવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details