ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢની વંથલી તાલુકા પંચાયત કબજે કરવાનો BJPનો દાવો કોંગ્રેસે નકાર્યો

જૂનાગઢ જિલ્લાની વંથલી તાલુકા પંચાયત પર તાજેતરમાં જ ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના 8 સભ્યો ચૂંટણીજંગ જીતવામાં સફળ રહેતા તાલુકા પંચાયતમાં પરિણામોમાં ટાઈ જોવા મળી રહી છે, ત્યારે હવે ભાજપે વંથલી તાલુકા પંચાયત કબ્જે કરવાનો દાવો કર્યો છે. બીજી તરફ કોંગ્રેસે ભાજપના આ દાવાને ખયાલી પુલાવ ગણાવીને કોંગ્રેસ તાલુકા પંચાયતમાં બહુમતી સાથે સત્તા સ્થાને જોવા મળશે તેવો દાવો કર્યો છે.

જુનાગઢ
જુનાગઢ

By

Published : Mar 5, 2021, 4:55 PM IST

Updated : Mar 5, 2021, 8:39 PM IST

  • ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સર્જાશે સત્તાની ખેંચતાણ
  • ભાજપે તાલુકા પંચાયત કબજે કરવાનો કર્યો દાવો
  • પક્ષોને એકસરખી આઠ બેઠક મળતા રાજકારણ ગરમાયું

જૂનાગઢ: આગામી દિવસોમાં તાલુકા પંચાયત પર કબ્જો કરવા માટે ભાજપ અને કોંગ્રેસ તેમનો દાવો રજૂ કરશે પરંતુ ભાજપે વંથલી તાલુકા પંચાયતને કબજે કરવાનો આજે ETV ભારત સમક્ષ કરેલી વાતચીતમાં દાવો કર્યો હતો. શાપુર જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશ કણસાગરાએ ભાજપ વંથલી તાલુકા પંચાયત કબજે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગત સામાન્ય ચૂંટણીમાં કેટલાક ઉમેદવારો ભાજપમાંથી ચૂંટણી લડવા માંગતા હતા પરંતુ તમામને ટિકિટ આપવી શક્ય ન બનતા આ લોકો કોંગ્રેસના ઉમેદવાર બનીને ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે, જે પૈકીના 2થી ત્રણ સદસ્યો ભાજપનો ખેસ ધારણ કરીને વંથલી તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ બનશે.

આ પણ વાંચો: ચીખલીમાં પેજ પ્રમુખો અને કાર્યકર્તાઓએ ભાજપ સાથે છેડો ફાડી આપમાં જોડાયા

કોંગ્રેસે ભાજપના દાવાને નકારી કહ્યું, ભાજપ ખયાલી પુલાવ બનાવી રહી છે

સમગ્ર મામલાને લઈને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોકીયા સાથે ETV ભારતે ટેલિફોનિક વાતચીત કરી જણાવ્યું હતું કે, ભાજપ ખયાલી પુલાવ બનાવી રહી છે, સત્તા કોંગ્રેસની જ રહેશે. જે પ્રમાણે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પોતાનું શાસન જાળવી નથી શકી આવી પરિસ્થિતિમાં વંથલી તાલુકા પંચાયત જાળવવી કોંગ્રેસ માટે ખૂબ જ મુશ્કેલ બની રહેશે. વંથલી તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના 8 સભ્યો ચૂંટણી જંગ જીતવામાં સફળ રહ્યા છે ત્યારે કોંગ્રેસનો એક પણ સદસ્ય ભાજપ સાથે જોડાઈ અથવા તો ભાજપને ટેકો આપે આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ વંથલી તાલુકા પંચાયતમાં સત્તા સ્થાનેથી દૂર રહી શકે છે વંથલી તાલુકા પંચાયતની સત્તા જાળવી રાખવી કોંગ્રેસ માટે માથાકૂટનો વિષય છે. એ જ પ્રમાણે ભાજપ માટે વંથલી તાલુકા પંચાયતમાં પોતાની સત્તા સ્થાપિત કરવી એટલું જ સરળ લાગી રહ્યું છે.

Last Updated : Mar 5, 2021, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details