જૂનાગઢ મનપાની ચૂંટણીનો હવે પ્રચાર અંતિમ તબક્કામાં પોહચી ગયો છે. ચૂંટણી પ્રચાર બંધ થવામાં હવે 48 કલાક જેટલો સમય બાકી રહેતા ચૂંટણીપ્રચારમાં ખૂબ જ વેગ આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો એક સાથે મળીને એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારના પ્રધાન જયેશ રાદડિયા, સૌરાષ્ટ્રના ધારાસભ્યો તેમજ ભાજપના અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી.
જૂનાગઢની મનપાની ચૂંટણી લઈને ભાજપના પ્રચાર પડઘમ, બાઇક રેલીનું આયોજન કરાયું - manish dodia
જૂનાગઢઃ શહેરની મનપા ચૂંટણીના પ્રચાર-પ્રસાર બંધ થવામાં હવે 48 કલાક જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ પ્રચંડ પ્રચારના મુડમાં હોય તે રીતે ચૂંટણી લડતા તમામ ઉમેદવારોને સાથે રાખીને વિશાળ બાઈક રેલીનું આયોજન કર્યું હતું.
આ રેલીનુ પ્રસ્થાન શહેરના સરદાર ચોકથી કરાવવામાં આવ્યું હતું. આ રેલી શહેરના કાળવા ચોક, આઝાદ ચોક, તળાવ દરવાજા, જયશ્રી રોડ થઈને પરત સરદાર પટેલની પ્રતીમા પાસે સમાપ્ત થઈ હતી. રેલીમાં જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ 15 વોર્ડના ઉમેદવારો તેમજ ભાજપના કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપીને આ રેલીને સફળ બનાવી હતી.
જૂનાગઢ મહાનગરનો જંગ જીતવા માટે ભાજપ કંઈ પણ કરી છૂટવાના ઈરાદા સાથે ચૂંટણી જંગમાં ઉતરી છે. જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી આજ સુધી ભાજપે રાજ્ય સરકારના મોટાભાગના પ્રધાનો, ધારાસભ્યો પ્રદેશ પ્રમુખ નેતાઓને ચૂંટણીપ્રચારમાં ઉતારીને એક તરફથી વાતાવરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ જૂનાગઢ મહાનગર કેસરિયા ગઢમાં જોવા મળી રહ્યું છે.