- બે મહિના કરતા વધુ સમયથી બંધ રહેલો ગિરનાર રોપ-વે ફરી થયો શરૂ
- આજથી તમામ યાત્રિકો અને પ્રવાસીઓ માટે રોપ-વેની સફળ થઈ શરૂ
- સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે
જૂનાગઢ: એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે ઉડન ખટોલા 60 દિવસ કરતા વધુ સમય સુધી બંધ રહ્યા બાદ આજે ( 11 જૂન) ફરી એક વખત તમામ પ્રકારના યાત્રિકો અને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
મર્યાદિત પ્રવાસીઓની વચ્ચે રોપવેની શરૂઆત
રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને લઈને જે દિશાનિર્દેશો જાહેર કરાયા છે. તેના પૂરતા પાલન કરવાની શરતે આજ (11 જૂન) ફરી એક વખત ગિરનાર રોપ-વે શરૂ થયો છે. આજે પ્રથમ દિવસે યાત્રિકોની મર્યાદિત સંખ્યાની વચ્ચે સવારના 8:00 કલાકે રોપવેનું સંચાલન 60 દિવસ બાદ ફરી એક વખત શરૂ કરાયું હતું જેમાં યાત્રિકોએ પ્રવાસ કરીને ફરી એક વખત રોમાંચનો અનુભવ કર્યો હતો.