જૂનાગઢઃ આજે અક્ષય તૃતિયાનો પાવન દિવસર (Akshay Tritiya 2022) છે. હિન્દુ ધર્મમાં અખાત્રિજ તરીકે ઓળખાતા અક્ષય તૃતિયાનું ધાર્મિક મહત્ત્વ (Importance of worshiping Mahalakshmi) ઘણું છે. આજના આ પાવન દિવસને વણજોયા મુહૂર્તના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે તમામ પ્રકારના ધાર્મિક શુભ અને માંગલિક કાર્યો કરવા માટે કોઈ પણ મુહૂર્ત જોવાની જરૂર હોતી નથી. આવો પવિત્ર દિવસ આજે છે. ત્યારે આજના દિવસે દાન અને ધર્મ કરવાનું વિશેષ મહત્વ છે.
લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે અક્ષય તૃતિયાને શ્રેષ્ઠ મનાય છે આ પણ વાંચો-Akshaya Tritiya 2022: આજે અખાત્રિજના દિવસે હશે વણજોયું મુહૂર્ત, ગમે તે સમયે કરી શકશો માંગલિક કાર્યો
મહાલક્ષ્મીની પૂજાનું મહત્વ - સાથે સાથે અક્ષય તૃતિયાના ર (Akshay Tritiya 2022) દિવસે મહાલક્ષ્મીના પૂજનનું પણ ખૂબ ધાર્મિક મહત્વ જોવા મળે છે. આપણે દિવાળીના તહેવારો દરમિયાન માતા લક્ષ્મીનું પૂજન કરતા હોય છે, પરંતુ અક્ષય તૃતિયાના દિવસે (Akshay Tritiya 2022) હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર, માતા મહાલક્ષ્મીનું પૂજન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા દરેક સાધકો પર સદાય જોવા મળે છે તેવી ધાર્મિક આસ્થા આજે જોવા મળે છે.
આ પણ વાંચો-Horoscope for the Day 03 May: આજનું રાશિફળ, કન્યા રાશિના જાતકોને થશે આ લાભ અને મિન રાશિના યોગ છે ખરાબ
મહાલક્ષ્મીનું પૂજન ધાર્મિક દ્રષ્ટિએ મહત્વનું - પ્રાચીન માન્યતા અનુસાર, ગરીબ સદાચારી, પરંતુ દેવી-દેવતાઓમાં ખૂબ આસ્થા ધરાવનારા વૈશ્ય જે ખૂબ જ શ્રીમંત પરિવારમાંથી આવતા હોવા છતાં પણ તેઓ ગરીબ હતા અને ખૂબ જ આર્થિક મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા હતા. આવા સમયે કોઈ સજ્જનના કહેવાથી વૈદ્ય અક્ષય તૃતિયાના (Akshay Tritiya 2022) દિવસે મહાલક્ષ્મીની પૂજા કરી (Importance of worshiping Mahalakshmi) ધાર્મિક રીતે દેવીદેવતાઓમાં આસ્થા ધરાવનારા વૈશ્યના ધંધારોજગારમાં ખૂબ વધારો થયો અને તેમની દરિદ્રતા દૂર થઈ ત્યારથી તેમણે અક્ષય તૃતિયાના દિવસે (Akshay Tritiya 2022) દાન પુણ્ય કરવાની પરંપરા શરૂ કરી હતી.
આજના દિવસે મહાલક્ષ્મી પૂજનની શરૂઆત ક્યારથી થઈ, જાણો - ધાર્મિક માન્યતા અનુસાર, એવું પણ માનવામાં આવે છે કે, વૈશ્ય તેના બીજા અવતારમાં કુશાવતી પ્રાન્તનો રાજા પણ બન્યો હતો અને તેને ધનવાન પ્રતાપી રાજા તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ધાર્મિક માન્યતા અનુસાર, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ કુશાવતી રાજાના દરબારમાં અન્ય વેશ ધારણ કરીને તેમને ત્યાં મહાયજ્ઞમાં સામેલ પણ થતા હતા. અક્ષય તૃતિયાના દિવસે (Akshay Tritiya 2022) કુશાવતી રાજાના દાનપુણ્યથી તેમની સત્તા, સંપત્તિ અને ઐશ્વર્યમાં પણ ખૂબ વધારો થતો ગયો. ત્યાંથી આજના દિવસે મહાલક્ષ્મીના પૂજનનું પણ વિશેષ મહત્વ (Importance of worshiping Mahalakshmi) છે.
લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે અક્ષય તૃતિયાને શ્રેષ્ઠ મનાય છે -ઐશ્વર્ય અને ધનના અધિષ્ઠાત્રિ ભગવતી મા લક્ષ્મીને માનવામાં આવે છે અને તેમની કૃપા પ્રાપ્તિ માટે અક્ષય તૃતિયાનો તહેવાર ખૂબ ધાર્મિક મહત્વ (Importance of worshiping Mahalakshmi) ધરાવે છેય સાથે સાથે આજના દિવસને શ્રેષ્ઠ મુહૂર્તના દિવસ તરીકે પણ ગણાય છે. આથી કોઈ પણ વ્યક્તિ પોતાનું દુઃખ દરિદ્રતા દૂર કરી ધન, વૈભવ અને લક્ષ્મી પ્રાપ્ત કરવા માગતા હોય તેમણે અક્ષય તૃતિયાના અખંડ મુહૂર્તમાં માતા લક્ષ્મીજીના સાક્ષાત સ્વરૂપની પૂજા (Importance of worshiping Mahalakshmi) કરવાથી પણ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી હોય છે. આજના દિવસે કોઈ પણ વ્યક્તિ તેમની ઈચ્છા શક્તિ મુજબનું દાન કરે તો મા લક્ષ્મી તેમના દ્વારા કરેલા દાનને બેવડા સ્વરૂપમાં દાન કરનાર વ્યક્તિને પરત કરતા હોય છે. આથી આજના દિવસે દાનપુણ્યનું પણ ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે.