જૂનાગઢઃ કોર્પોરેશન વિસ્તારમાં ત્રણ જેટલા કેસો બહાર આવતા મનપા અને સામાજિક સંસ્થા દ્વારા શહેરમાં માસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. મનપાના અધિકારીઓ અને સામાજિક સંસ્થા દ્વારા શહેરમાં વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવા માટે માસ્કગીરી શરૂ કરવામાં આવી છે.
જૂનાગઢ મનપા અને સામાજિક સંગઠન દ્વારા શહેરમાં માસ્ક ફોર્સની રચના કરાઇ - માસ્ક ફોર્સ
જૂનાગઢ જિલ્લા સાથે સમગ્ર દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસને પહોંચી વળવા માટે જૂનાગઢ મનપા અને સામાજિક સંસ્થાઓ દ્વારા માસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કોરોના સંક્રમણ કેસોની સંખ્યા જોવા મળતા મ્યુનિસિપલ તંત્ર કામે લાગ્યું છે. કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સામાજિક સંસ્થા દ્વારા શહેરમાં માસ્કગીરી શરૂ કરવામાં આવી છે આ કાર્યક્રમ અંતર્ગત દરેક વ્યક્તિને માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જૂનાગઢ મનપા વિસ્તારમાં જે જગ્યા પર લોકોને વિશેષ અવરજવર જોવા મળે છે, તેમાં વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન કરવાનું મનપા વિચારી રહી છે.
કોરોના સંક્રમણને લઈને જૂનાગઢ મનપા વિસ્તારમાં માસ્કને ફરજિયાત બનાવવામાં આવ્યું છે, ત્યારે કેટલાક લોકો માસ્કને ગંભીરતાથી લેતા નથી તેને ધ્યાને રાખીને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીગીરી સાથે માસ્ક ફોર્સની રચના થાય તેવા ઉદ્દેશથી વિનામૂલ્યે માસ્કનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં જૂનાગઢની સામાજિક સંસ્થાઓ પણ તેમનો સહયોગ આપી રહી છે. જૂનાગઢ મનપા વિસ્તારમાં કોરોના સંક્રમણના કેસો છૂટક જોવા મળી રહ્યા છે, ત્યારે આ મહામારી કોર્પોરેશન વિસ્તારમાં ન ફેલાય તેને લઈને મનપા અને સામાજિક સંસ્થા દ્વારા માસ્ક વિતરણ કરવાનુ મહાઅભીયાન શરૂ કરવામાં આવ્યું છે.