ગુજરાત

gujarat

ETV Bharat / city

અજબ પ્રેમ કી ગજબ કહાનીઃ ઉતર પ્રદેશની યુવતિ સાથે જૂનાગઢના યુવાનની પ્રેમગાથા...

ઉત્તર પ્રદેશના ઇટાવા ખાતે રહેતી યુવતીને જૂનાગઢના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાતા યુવતી ઇટાવાના રતન નગરથી જૂનાગઢ આવી પહોંચી હતી, ત્યારે યુવતીના પિતા સુંદરસિંહ યાદવે તેમની યુવતીનો અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને યુવતી જૂનાગઢમાં હોવાની માહિતી મળતા યુપી પોલીસ જૂનાગઢ આવીને યુવતીનો કબ્જો લઈને પરત ફરી હતી. પોતાની પ્રેમિકાથી વિખુટા પડેલા જૂનાગઢના યુવકે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ અરજી દાખલ કરીને યુવતીને ફરી તેમનો કબ્જો સોંપવામાં આવે તેવી માંગ કરતા ફરી પ્રેમી યુગલનુ મિલન થયું છે.

જૂનાગઢ
જૂનાગઢ

By

Published : Sep 16, 2020, 7:33 PM IST

જૂનાગઢ: જૂનાગઢમાં જોવા મળી અજબ પ્રેમ કી ગજબ કહાની. ઉત્તર પ્રદેશના ઇટાવા ખાતે રહેતી યુવતીને જૂનાગઢના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાતા યુવતી ઇટાવાના રતન નગરથી જૂનાગઢ આવી પહોંચી હતી, ત્યારે યુવતીના પિતા સુંદરસિંહ યાદવે તેમની યુવતીનો અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને યુવતી જ્નાગઢમાં હોવાની માહિતી મળતા યુપી પોલીસ જૂનાગઢ આવીને યુવતીનો કબ્જો લઈને પરત ફરી હતી. પોતાની પ્રેમિકાથી વિખુટા પડેલા જૂનાગઢના યુવકે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ અરજી દાખલ કરીને યુવતીને ફરી તેમનો કબ્જો સોંપવામાં આવે તેવી યુવકની માંગ કરતા ફરી પ્રેમી યુગલનુ મિલન થયું છે.

મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના ઈટાવાના રતન નગર ખાતે રહેતી યુવતી અને જૂનાગઢના મધુરમ નજીક રહેતા યુવક વચ્ચે પ્રેમ સંબંધ બંધાઇ જતાં યુવકને મળવા યુવતી ઇટાવાથી જુનાગઢ આવી પહોંચી હતી, ત્યારે યુવતીના પિતા સુંદર સિંગ યાદવે પોતાની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું છે તેવી પોલીસ ફરિયાદ સિવિલ લાઈન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. જેને ધ્યાને રાખીને સિવિલ લાઈન પોલીસ જૂનાગઢ આવીને તપાસ કરતા યુવતી મળી આવી હતી.

ત્યારબાદ પોલીસે યુવતીનો કબ્જો યુવતીના પરિવારજનોને આપીને તેમની સાથે ઇટાવા લઈ ગઈ હતી અને યુવક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી .

સમગ્ર મામલાને ધ્યાને રાખીને જૂનાગઢના યુવકે પોતાની પ્રેમિકાને પરત મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ અરજી દાખલ કરી હતી. જેને લઇને જુનાગઢ પોલીસ ઇટાવા ખાતે ગઈ હતી અને યુવતીનો કબ્જો લઈને તેને રાજ્યની વડી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી હતી જેની સુનાવણીમાં હાઈકોર્ટે યુવતીનો પક્ષ સાંભળીને યુવતીને યુવક સાથે જવાનો આદેશ કર્યો હતો. સોશિયલ મીડિયાના મારફતે યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પરંતુ કેટલીક અડચણો બાદ એક વખત વિખુટા પડ્યા તેમ છતાં ફરી એક વખત કાયદાના સથવારે યુવક અને યુવતી ફરી એક થયા છે અને હાલ જૂનાગઢમાં લગ્ન જીવન જીવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details