ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ અને કેશોદમાં 10 જેટલા સ્થળોએ ડ્રાય રન યોજાશે

પ્રથમ હરોળના કોરોના વોરીયસ ને રસીનું આજે ડ્રાય રન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કેશોદમાં 10 કરતાં વધુ સેન્ટર પર કોરોના રસીનું પ્રથમ હરોળના કોરોના યોદ્ધા ઓને ડ્રાયરનના ભાગરૂપે રસીકરણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.પરિણામો બાદ આગામી દિવસોમાં સાર્વત્રિક ધોરણે કોરોનાના રસીકરણનું તબક્કો હાથ ધરવામાં આવશે.

જૂનાગઢ
જૂનાગઢ

By

Published : Jan 5, 2021, 11:14 AM IST

Updated : Jan 5, 2021, 11:32 AM IST

  • પ્રથમ હરોળના કોરોના યોદ્ધા ઓને રસીકરણનું ડ્રાય રન જૂનાગઢમાં યોજાયું
  • જૂનાગઢ જિલ્લામાં ૧૦ સ્થળોએ રસીકરણ પ્રક્રિયા હાથ ધરાશે
  • ડ્રાય રન બાદ આગામી દિવસોમાં વિસ્તૃતપણે રસીકરણ હાથ ધરવામાં આવશે
    જૂનાગઢ અને કેશોદમાં 10 જેટલા સ્થળોએ ડ્રાય રન યોજાશે


જૂનાગઢ : શહેરમાં પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ ને રસીકરણના ડ્રાય તબક્કાનો પ્રારંભ જૂનાગઢ શહેર અને જિલ્લામાં કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢ શહેરની મેડિકલ કોલેજ તેમજ કોર્પોરેશન હસ્તકના ગણેશનગરમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ અન્ય એક ખાનગી હોસ્પિટલની સાથે કેશોદમાં સરકારી હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળીને કુલ 10 જગ્યાઓ પર આજે પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ ને રસીકરણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ડ્રાય રન બાદ રસીકરણનો વિસ્તૃત તબક્કો અમલમાં આવે તેવી શક્યતા

આજે પ્રથમ દિવસે 25ની સંખ્યામાં કોરોના વોરિયર્સ ને રસીકરણનું ડ્રાય રન આપવામાં આવશે. ત્યારબાદ રસીકરણના તબક્કાને વિસ્તૃત રીતે અમલમાં મૂકવામાં આવે તેવી શક્યતાઓ છે.આજે રસીકરણનું ડ્રાય રન યોજવામાં આવ્યું હતું. આ ડ્રાય રન પૂરું થયા બાદ રસીકરણનો વિસ્તૃત તબક્કો હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ પણ છે.

ડ્રાઈ રનનો તબક્કો ખુબ જ મહત્વનો માનવામાં આવે

ડ્રાયરન કરવા પાછળનું મહત્વનું કારણ એ છે કે, રસી લીધા બાદ કોઈપણ વ્યક્તિને રસીની આડઅસર અને તેના બાદ કોઈપણ શારીરિક કે તબીબી તકલીફો ઊભી થતી નથી તેનું નિરીક્ષણ કરવાનું છે. માટે આ ડ્રાઈ રનનો તબક્કો ખુબ જ મહત્વનો માનવામાં આવે છે.આ તબક્કામાં પ્રત્યેક વ્યક્તિને રસીકરણ કરવાથી લઈને તેની તબીબી ચકાસણી સુધીની તમામ વિગતવાર કાર્યક્રમ કઈ રીતે અમલમાં મૂકી શકાય તેને લઈને અવલોકન બાદ આગામી દિવસોમાં સંભવત રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ પણ છે.


Last Updated : Jan 5, 2021, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details