- કોર્પોરેટર અને જૂનાગઢ મનપાના પદાધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની તજવીજ
- કોંગી મહિલા કોર્પોરેટરની તબિયત ખરાબ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
- જુનાગઢ મનપા કચેરીમાં કોંગી કાર્યકરો દ્વારા બજેટની હોળી
જૂનાગઢ: કોર્પોરેશનના બજેટ જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા બોલવામાં આવેલા અપશબ્દોને લઈને હવે મામલો પોલીસ મથક સુધી પહોંચી શકે છે. કોંગી કોર્પોરેટર મંજુલાબેન પલસાણાની અચાનક તબિયત ખરાબ થવાના કારણે બીમાર પડી જતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અહીં તેઓ ભાજપના કેટલાક કોર્પોરેટર અને જૂનાગઢ મનપાના પદાધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી રહ્યા છે.
અંપ શબ્દથી શરૂ થયેલો મામલો પહોંચ્યો હોસ્પિટલમાં, કોંગી મહિલા નગરસેવક બિમાર
જૂનાગઢ મનપાનું બજેટ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. શરૂ થવાની સાથે જ બજેટની કેટલીક દરખાસ્તો પર શાસક અને વિપક્ષના કોર્પોરેટર દ્વારા ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. આ સમયે કોંગી કોર્પોરેટર મંજુલાબેન પલસાણાએ કોઈ મામલાને લઇને પોતાની રજૂઆત સત્તાધીશો નહીં સાંભળતા હોવાની વાતને લઈને જનરલ બોર્ડમાં અપ શબ્દો કહેતા મામલો ભારે હોહા અને કોલાહલની વચ્ચે ફસાયો હતો. જેમા મંજુલાબેન પલસાણા અચાનક બીમાર થઈ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અહીં તેઓ ભાજપના કેટલાક કોર્પોરેટર અને જૂનાગઢ મનપાના પદાધિકારીઓ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી રહ્યા છે.