ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢના માંગરોળ દરિયે 39 કિલો ચરસનો જથ્થો મળ્યો: પોલીસ, મરીન અને કોસ્ટ ગાર્ડ થયા એલર્ટ - ATS અને કોસ્ટગાર્ડને પણ અલર્ટ

જૂનાગઢના માંગરોળના શીલ અને આંત્રોલી ગામની(Sheel and Antroli villages of Mangrol) વચ્ચે SOG પોલીસને(Special Operations Group Junagadh) દરિયાઈ સીમા પર દરિયામાં તરતા બિન વારસી ચરસના પેકેટો મળી આવ્યા છે. જોકે આવી ઘટના જૂનાગઢના દરિયે પેહલીવાર બની છે. શહેરની SOG પોલીસની ટીમે 39 પેકેટો ઝડપી પડ્યા છે.

જૂનાગઢના માંગરોળ દરિયે 39 કિલો ચરસનો જથ્થો મળ્યો: પોલીસ, મરીન અને કોસ્ટ ગાર્ડ થયા એલર્ટ
જૂનાગઢના માંગરોળ દરિયે 39 કિલો ચરસનો જથ્થો મળ્યો: પોલીસ, મરીન અને કોસ્ટ ગાર્ડ થયા એલર્ટ

By

Published : Aug 3, 2022, 11:01 PM IST

Updated : Aug 4, 2022, 9:04 AM IST

જૂનાગઢ:ગુજરાતમાં ચરસ મળવું એ હવે સામાન્ય બની ગયું છે. શહેરના માંગરોળના શીલ અને આંત્રોલી ગામની વચ્ચેના દરીયા કીનારેથી 16 પેકેટ બીન વારસી ચરસનો જથ્થો ઝડપાયો છે. જેથી હાલ પોલીસ સતર્ક બનીને માંગરોળના આંત્રોલી ગામેથી ચોરવાડ સુધીના દરિયા કીનારા પર(Beaches from Antroli village to Chorwad) પોલીસ એ તપાસ હાથ ધરી છે. માંગરોળ બંદરની જેટી નજીકથી રાત્રી સમયે સાત પેકેટ મળ્યા હતા. આથી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ બે વાર અલગ અલગ જગ્યાએથી 16 પેકેટ મળ્યા હતા. આમ કુલ 39 પેકેટ જપ્ત કરાયા છે.

જુનાગઢ માંગરોળમાં ગત રાતથી અત્યાર સુધીમાં 39 પેકેટ ચરસ ના મળી આવતા 39 કીલો જેટલો વજનનો જથ્થો મળી આવ્યો છે

આ પણ વાંચો:કેફિ દ્રવ્યોની શિતળતામાં યુવાનોને ખાલવતી 'શિતલ આંટી'ના કાળા કરતૂત

આંત્રોલી ચેકપોસ્ટ ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી - જુનાગઢ માંગરોળમાં ગત રાતથી અત્યાર સુધીમાં 39 પેકેટ ચરસના મળી આવતા 39 કિલો જેટલો વજનનો જથ્થો મળી આવ્યો છે. અને હાલ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને માંગરોળના આંત્રોલી ચેકપોસ્ટ ઉપર સુરક્ષા(Mangrol Antroli Checkpost Security) વધારી દેવામાં આવી છે જયારે આંત્રોલીથી લયને ચોરવાડ સુધીના દરીયા કીનારા પર પોલીસ તપાસ હાથ ધરાઇ છે હજુ પણ વધારે પડીકીઓ હોવાની આશંકા ને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

મરીન અને SOG જુનાગઢ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન -ગત રાતથી જ માંગરોળ મરીન અને SOG જુનાગઢ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં માંગરોળ બંદરની જેટી નજીકથી રાત્રીના સમયે 7 પેકેટ મળી આવ્યા હતા. જ્યારે વધુ તપાસ કરતા દરીયા કીનારાની ચોપાટી નજીકથી 17 પેકેટ મળી આવ્યા હતા. ત્યારબાદ દરીયા કીનારા પર વધુ તપાસ કરતા આંત્રોલી નજીકથી 15 જેટલા ચરસના પેકેટ મળી આવતા પોલીસની ઉંઘ હરામ થઈ ચુકી છે. પોલીસ તંત્રની રાત દિવસ સઘન તપાસ ચાલી રહી છે. જ્યારે આંત્રોલીથી ચોરવાડ સુધીના દરીયા કીનારા પર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

આ પણ વાંચો:Charas seized from Banaskantha: અમીરગઢ બોર્ડર પરથી 1 કરોડ 46 લાખ રૂપિયાની કિંમતનું 14 કિલો ચરસ ઝડપાયું

ATS અને કોસ્ટગાર્ડને પણ અલર્ટ કરી દેવાયા -શહેરના SP પોલીસના જણાવ્યું હતું કે, કાલે રાત્રે માંગરોળ SOG ટીમને શંકાસ્પદ વસ્તુઓ મળી છે. રાત્રિભર પોલીસનું સર્ચ ઓપેરાસાન ચાલ્યું હતુ અને સવાર સુધી 39 પેકેટ એટલે કે 39 કિલોની આસપાસ ચરસનો જથ્થો મળ્યો હતો. આ શંકાસ્પદ વસ્તુ ચરસ હોવાની સંભાવના છે, જેથી FSL લેબમાં ટેસ્ટ કરવા મોકલવામાં આવ્યું છે. હજુ પણ સર્ચ ઓપેરશન ચાલુ છે. જયારે વજન કરવામાં આવશે ત્યારે આખરી ચરસના પેકેટના જથ્થનો આંકડો જાહેર કરવમાં આવશે. જો આ ચરસ હશે તો આ ચારસની કિંમત અંદાજે 50 લાખ રૂપિયા હોવાનું જણાવ્યું હતું. આવું ચરસનું મળવું એ જૂનાગઢમાં પહેલી ઘટના બની છે. SOG પોલીસ ટીમને ચરસ મળતાની સાથે જ ATS અને કોસ્ટગાર્ડને પણ અલર્ટ(ATS and Coastguard Alert 0 કરી દેવામાં આવ્યા છે.

Last Updated : Aug 4, 2022, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details